<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મનપામાં એન્‍જીનીયર-કાર્યપાલક ઇજનેરની ૬ ખાલી જગ્‍યાઓ ભરાશેઃ હાલ તમામ જગ્‍યા ઇન્‍ચાર્જથી ચાલે છે !!

કોર્પોરેશનમાં ૭ માંથી માત્ર ૧ જગ્‍યા ભરાયેલીઃ હવે ભારણ ઘટશે

રાજકોટઃ તા.૧૬: મનપામાં ઇન્‍ચાર્જ એન્‍જીનીયરોતી ગબડાવાતા ગાડાને હવે બ્રેક લાગશે અને કાયમી માટે ૬ એન્‍જીનીયરોની ભરતી કરવામાં આવનાર છે. મહેકમમાં મંજુર થયેલ ૭ જગ્‍યા પૈકી એક માત્ર જગ્‍યામાં કાયમી સીટી એન્‍જીનીયર કાર્યરત છે.

મહાનગરપાલીકામાં એડીશનલ સીટી એન્‍જીનીયર-૨,સીટી એન્‍જીનીયર ૧ તથા કાર્યપાલક ઇજનેરની ૧ જગ્‍યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ ૬ માંથી ૫ જગ્‍યાઓ બિન અનામત છે. જયારે સીટી એન્‍જી.(સ્‍પે)ની ૨ માંથી ૧ જગ્‍યા સા.શૈ.પ.માટે અનામત રાખવામાં આવી છે.

આ તમામ જગ્‍યાઓ માટે વયમર્યાદા ૨૧થી ૪૫ વર્ષની નિયત કરવામાં આવી છે. ઉપરાંત એડી. સીટી એન્‍જી તથા સીટી એન્‍જી.(સ્‍પે.)માટે ચાર્ટડ સીવીલ અથવા ચાર્ટડ એન્‍જી.અથવા માન્‍ય પુનિ.ના બી.ઇ.સીવીલ અને બાર વર્ષનો અનુભવ માંગવામાં આવ્‍યો છે. જે પૈકીના ઓછામાં ઓછા સાત વર્ષની મ્‍યુનિસીપલ સેવાને લગતી કામગીરીના અનુભવીને પ્રથમ પસંદગી અપાશે.

જયારે એ.ડી.સીટી એન્‍જીનીયર (મી.કે./ઇલે.) માટે ચાર્ટડ મીકેનીકલ/ઇલે.એન્‍જીનીયરીંગ અથવા ચાર્ટડ એન્‍જી.અથવા માન્‍ય યુનિ.ના બી.ઇ. મીકેનીકલ/ ઇલેકટ્રીકલ તથા ૭ વર્ષનો મીકેનીકલ/ ઇલેકટ્રીકલ એન્‍જી.નો અનુભવ જરૂરી છે.

ઉપરાંત કાર્યપાલક ઇજેનર માટે ફર્સ્‍ટ કલાસ ચાર્ટર્ડ સીવીલ-એન્‍જી. અથવા માન્‍ય યુનિ.ના ફર્સ્‍ટ કલાસ બી.ઇ.સીવીલ અને ડે. એકઝીકયુટીવ એન્‍જી.કક્ષાની એન્‍જીનીયરીંગ જગ્‍યાનો પાંચ વર્ષ અથવા આસી. એન્‍જીનીયર કે સમકક્ષ જગ્‍યાનો સાત વર્ષનો અનુભવ જરૂરી છે.

આમ શહેરમાં ૬ નવી જુદા-જુદા સવર્ગોની ખાલી જગ્‍યા ભરાવાથી ઇન્‍ચાર્જ અધિકારીઓ ઉપરનું ભારણ ઘટશે અને તંત્રમાં પણ કામગીરીની ક્ષમતા વધશે.

(4:00 PM IST)