<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

નાના સ્‍ટોલ ધારકો માટે તંત્ર ફોર્મ ઉપાડ-ભરવા માટે ચોક્કસ મુદત વધારશેઃ પણ કયારે તે નક્કી નથી!!

 

રાજકોટ, તા. ૧૬: રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર પરંપરાગત લોકમેળાના આયોજનને લઈને હાલ અસમંજસની સ્‍થિતિ પ્રવર્તી રહી છે. મેળામા મોટાભાગની મોટી રાઇડ્‍સ આવી નથી. આ ઉપરાંત, વિવિધ પ્રકારના સ્‍ટોલ માટે પણ અત્‍યાર સુધીમાં માત્ર ૨૮ જેટલા ફોર્મ જ ભરાયા છે, જે મેળાના કદને જોતાં ખૂબ ઓછી સંખ્‍યા છે.

આ અંગે અગાઉ કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે જાહેરાત કરી હતી કે, નાના-મોટા તમામ પ્રકારના સ્‍ટોલ માટે ફોર્મ ઉપાડવા અને ભરવા માટે ત્રણથી પાંચ દિવસનો વધુ સમય આપવામાં આવશે. જોકે, આ અંગે હજી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. આમ છતાં, સત્તાવાર અધિકારી સૂત્રોએ જણાવ્‍યું છે કે ફોર્મ ઉપાડવા અને ભરવા માટે મુદત ચોક્કસપણે વધારવામાં આવશે, પરંતુ તેની તારીખ હજુ નક્કી થઈ નથી. આના કારણે સ્‍ટોલ ધારકો પણ મુંઝવણમાં મુકાયા છે.

(3:15 PM IST)