<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

રાજમાર્ગો ભેંકારઃ રોડ બનાવી ગેરેંટી બોર્ડ મુકો

વેસ્‍ટઝોનમાં પણ વિવિધ પ્રશ્‍નોની ભરમારઃ રિવ્‍યુ બેઠકમાં તડાપીટ : વોર્ડના અધિકારીઓ ફોન નથી ઉપાડતાઃ કોર્પોરેટરે કરી ફરીયાદઃ લગત અધિકારીને ફોન ઉપાડી જવાબ આપવા પદાધિકારીઓની સૂચના

રાજકોટ તા.૧૬: શહેરના ત્રણેય ઝોનની સમીક્ષા બેઠક અંતર્ગત મેયર અધ્‍યક્ષતામાં વેસ્‍ટ ઝોન હેઠળના વોર્ડ, વિસ્‍તારોના સંકલનના પ્રશ્નો, પ્રગતિ હેઠળના કામોના રીવ્‍યુ અંગે મિટીંગ યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વેસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના  કોર્પોરેટરશ્રીઓ તથા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા  વેસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના કોર્પોરેટરશ્રીઓની ઉપસ્‍થિતિમાં વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્‍વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોનવાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ.

જે અંતર્ગત ગઈકાલે તા.૧૫ને મંગળવારના રોજ વેસ્‍ટ ઝોનના વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨ કુલ-૬ વોર્ડના કોર્પોરેટરઓ, અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં મિટીંગ હોલ, શ્રી હરિસિંહજી ગોહિલ ભવન, વેસ્‍ટ ઝોન, ૧૫૦ ફુટ રિંગ રોડ ખાતે રીવ્‍યુ મિટીંગ યોજવામાં આવી હતી.   

આ મિટીંગમાં વેસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે રીવ્‍યુ કરવામાં આવેલ. જેમાં, વોર્ડ નં.૧ના કોર્પોરેટરઓ દ્વારા સંતોષપાર્ક, વિદ્યુતનગર, કૈલાશધારા, મણીનગર વગેરે વિસ્‍તારના રસ્‍તાઓ પર ખાડાઓનું સમારકામ કરવા, ન્‍યુસન્‍સ પોઈન્‍ટની નિયમિત સફાઈ કરવા, રામાપીર ચોક-૧૫૦ ફુટ રિંગ રોડ ખાતે ઘણા સમયથી ખોદાણ કરેલ હોય ત્‍યાં સમારકામ કરવું, નવા વિસ્‍તારના રસ્‍તાઓ પર મેટલીંગ કરવા, વોર્ડ નં.૧ની નવી વોર્ડ ઓફીસ બનાવવા, નવા ભળેલ વિસ્‍તારમાં સફાઈ કામદારો ફાળવવા, નાગેશ્વર મેઈન રોડ પર ડીવાઈડર બનાવવા, જીવંતિકાનગર, કષ્ટભંજન વગેરે વિસ્‍તારમાં પુરતા ફોર્સથી પાણી વિતરણ કરવા, શીતલ પાર્કથી હિમતનગર મેઈન રોડ તથા એનિમલ હોસ્‍ટેલવાળો રોડ બનાવવાની કામગીરી ઝડપી કરવી, નવા ભળેલ વિસ્‍તારમાં મોરમ-મેટલથી ખાડાઓનું બૂરાણ કરવું, નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં નોનવેજ લારીઓનું દબાણ દુર કરવું, ટી.પી. પ્‍લોટ્‍સમાં બાંધકામ વેસ્‍ટ નાખતા આસામીઓને બંધ કરાવવા તથા દંડ કરવો વગેરે જેવી રજૂઆત કરેલ.

વોર્ડ નં.૮ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા વૈશાલીનગરની બાકી રહેતી શેરીઓના તથા સેતુબંધ સોસાયટીના રસ્‍તાઓ પર પેચવર્કના કામો ઝડપથી પૂર્ણ કરવા, કાલાવડ રોડ પરના ખાડાઓનું સમારકામ કરવું, વોર્ડમાં જે વિસ્‍તારમાં કામ ચાલુ હોય ત્‍યાં કામની ગુણવતા જાળવવા એજન્‍સી સ્‍ટાફ સાથે વોર્ડ સુપરવાઇઝરી સ્‍ટાફ હાજર રાખવા, વિકાસ મેડીકલ વાળો ચોક તથા સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કુલ હિંગળાજનગર ટ્રાફિક સર્કલ પર ઘાસ ઉગી નીકળેલ હોઈ સંબંધિત સર્કલની સફાઈ કરાવવી, વોર્ડમાં આંગણવાડી તથા બાલક્રીડાંગણ બનાવવા વગેરે રજૂઆત કરેલ.

વોર્ડ નં.૯ના કોર્પોરેટરઓ દ્વારા વરસાદી પાણીની ચેમ્‍બર્સ રોડ લેવલ કરવી, મુંજકા પોલીસ ચોકીથી નવો રિંગ રોડને જોડતા રસ્‍તાના કામ અંગે, શિવપરા વિસ્‍તારમાં વારંવાર ડ્રેનેજ ચોકઅપની સમસ્‍યાનો કાયમી નિકાલ કરવો, બાકી વિસ્‍તારમાં ડામર પેચવર્કના કામો કરવા, ધારાસભ્‍યશ્રીની ગ્રાન્‍ટના કામ બાકી હોય અગ્રીમતાના ધોરણે કરવા, હનુમાન મઢી ચોક વિસ્‍તારમાં ભંગાર બજારનું દબાણ દુર કરવા વગેરે જેવી રજૂઆત કરેલ.

વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરઓ દ્વારા એવરેસ્‍ટ પાર્ક વિસ્‍તારમાં દુષિત પાણીની ફરિયાદનો નિકાલ કરવો, કાલાવડ રોડથી સરિતા વિહારનાં રસ્‍તા પર ડામર કામ, આવાસ યોજનામાં સફાઈ કરવા, આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોવા અંગેનો નિકાલ કરવો, જે વિસ્‍તારમાં ડી.આઈ. પાઇપલાઇન નાખેલ છે ત્‍યાં પેવીંગ બ્‍લોક રીપેરીંગ કરવા, વોર્ડમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર તથા આસી. એન્‍જી. કક્ષાના સ્‍ટાફ ફાળવવા, સફાઇ કામદાર ફાળવવા વગેરે જેવી રજૂઆત કરેલ. 

વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરઓ દ્વારા ડી.આઈ. પાઇપલાઇન બાદ રસ્‍તાનું સમારકામ કરાવવા, વિસ્‍તારમાં ખાડાઓના બૂરાણ વખતે રોલીંગ કરવું, અંબિકા ટાઉનશીપમાં ગંદા પાણીની ફરિયાદોનો કાયમી ઉકેલ લાવવો, નવો રિંગ રોડ ટીલાળા ચોક રસ્‍તાનું સમારકામ કરવા, મવડી મેઇન રોડ પર વાલ્‍વ ચેમ્‍બર્સ રોડ લેવલ કરવી, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ચોકમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોવા અંગેની સમસ્‍યા દૂર કરવી, વોર્ડના ગાર્ડનના ટોયલેટની સફાઇ કરાવવી વગેરે જેવી રજૂઆત કરેલ.

વોર્ડ નં.૧૨ના કોર્પોરેટરઓ વાવડી વિસ્‍તારમાં આવેલ ગાર્ડનની બાજુમાં આવેલ તેમજ રંગવનથી મવડી તરફના વોંકળાની સફાઇ કરાવવી, સફાઇ ન થતી હોય તેવા પડતર વિસ્‍તારની નિયમિત સફાઇ માટે કામદાર ફાળવવા, વોર્ડમાં પેચવર્કના કામ માટે બજેટની ફાળવણી કરવી વગેરે જેવી રજૂઆત કરેલ.                      

આ મિટીંગમાં વેસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે વિગતવાર રીવ્‍યુ કરવામાં આવેલ. આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ, વોર્ડના કોર્પોરેટરઓ તરફથી આવેલ તમામ રજુઆતો તથા પ્રશ્નોનો આગામી માસમાં યોજાનાર મિટિંગમાં ફરીથી રીવ્‍યુ કરવામાં આવનાર હોઈ, સંબંધિત તમામ રજુઆતો તથા પ્રશ્નોનો સત્‍વરે નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અલ્‍પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, બિપીનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડ્‍યા, પુષ્‍કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્‍યાય, ચેતનભાઈ સુરેજા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા, રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, નાયબ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્‍જીનીયર કુંતેશ મહેતા, પરેશ અઢીયા, ભાવેશ જીવાણી, કે.પી. દેથરિયા, ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વંકાણી, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, મ્‍યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા, વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨ના વોર્ડ એન્‍જીનીયર, રોશની વિભાગના ડેપ્‍યુટી એન્‍જીનીયર, ટી.પી. શાખાના એ.ટી.પી., જે.એન.એન.યુ.આર.એમ. વિભાગના ડેપ્‍યુટી એન્‍જીનીયર અંબેશ દવે, એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી પરબત બારીયા, મેનેજર અને પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, પી.એ.ટુ ચેરમેન એચ.જી.મોલિયા, મેનેજર મેહુલ ગાંધી, સૂર્યપ્રતાપસિંહ, મયુર ખીમસુરીયા, ડ્રેનેજ-વોટર વર્કસ વિભાગના ડેપ્‍યુટી એન્‍જીનીયર, એ.એન.સી.ડી.વિભાગના વેટરનરી ઓફિસર ઉપેન્‍દ્ર પટેલ, વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨ના બાંધકામ-વોટર વર્કસ-ડ્રેનેજ વિભાગ આસી.એન્‍જીનીયર, વોર્ડ ઓફિસર, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા, સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસી. વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:16 PM IST)