તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
જૂગારના બે દરોડામાં ૧૪ મહિલા પકડાઇ
તાલુકા પોલીસે પંડિત દિનદયાળ ગુ.હા. બોર્ડમાં રીના ટાટમીયાના ઘરમાંથી ૮ મહિલાને અને નિર્મલા રોડ સોપાન એપાર્ટમેન્ટમાં જ્યોતિબેન ચુડાસમાના ઘરમાંથી ૬ મહિલાને પકડી

રાજકોટ તા. ૧૬: તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડી જૂગાર રમતી ૧૪ મહિલાઓને પકડી લીધી હતી.
કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસે પંડિત દિનદયાળનગર રંગોલી પાર્ક ગુ.હા. બોર્ડના ક્વાર્ટર સુખભાદર એપાર્ટમેન્ટ બ્લોક ઇ-૧૪૦૨ ખાતે રહેતી મહિલા રીનાબેન યજ્ઞેશ ટાટમીયા પોતાના ઘરમાં માણસો ભેગા કરી જૂગાર રમાડતી હોવાની બાતમી તાલુકા પોલીસને મળતાં દરોડો પાડી આ મહિલા સહિત ૮ને પકડી લઇ ગંજીપાના અને રૂા. ૧૮૬૦૦ની રોકડ કબ્જે લીધી હતી.
તાલુકા પોલીસે ફલેટ માલિક રીના ટાટમીયા તેમજ જૂગાર રમવા આવેલી મહિલાઓ સુખભાદર બ્લોક ઇ-૧૧૦૩માં રહેતી જોશનાબેન રમેશભાઇ પુરોહીત, બ્લોક એફ-૫૦૩માં રહેતી રૂપાબેન જયેશભાઇ, પંડિત દિનદયાળ ક્વાર્ટર બ્લોક જી-૬૦૪માં રહેતી કાજલબેન ભાવેશભાઇ હીંડોચા, મચ્છુ એપાર્ટમેન્ટ બ્લોક એફ-૫૦૨માં રહેતી વિરલબેન નિલેષભાઇ માધવાચાર્ય, ગાયત્રી સોસાયટી-૫માં રહેતી દક્ષાબેન નવનીતભાઇ ભટ્ટ, પંડિત દિનદયાળ કવાર્ટર બી-૮૦૧માં રહેતી મીનાબેન મહેન્દ્રભાઇ ડાભી અને નીલસીટી પ્રશીલ પાર્ક બ્લોક ૨૦૨માં રહેતાં રજનીબા જગદીશસિંહ ઝાલાને પકડી લઇ રોકડ ગંજીપાના કબ્જે કર્યા હતાં. પીએસઆઇ બી.આર. ભરવાડ, નીકુંજભાઇ મારવીયા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ, કુલદીપસિંહ, જયપાલસિંહ, શીતલબેન, મોનીકાબેન સહિતે આ દરોડો પાડયો હતો.
જ્યારે અન્ય દરોડામાં ગાંધીગ્રામ પોલીસે નિર્મલા કોન્વેન્ટ રોડ ઇશ્વરભાઇ ઘુઘરાવાળાની બાજુમાં સોપાન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૭૦૩માં દરોડો પાડી અહિ રહેતી જ્યોતિબેન હરેશભાઇ ચુડાસમા તથા મનહરપ્લોટના ઉર્મિલાબેન બીપીનભાઇ પુજારા, માયાણીનગરના ચારૂલત્તાબેન જગદીશભાઇ રાઠોડ, હનુમાન મઢી તિરૂપતીનગરના નીતાબેન દિનેશભાઇ ડોડીયા, તિરૂપતીનગરના ડીમ્પલબેન પ્રવિણભાઇ મકવાણા અને પારસ સોસાયટી-૨ના લાજુબેન દયાળભાઇ બાલચંદાણીને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૩૭૦૦ કબ્જે કર્યા હતાં. પીએસઆઇ એમ. વી. જાડેજા, રવિભાઇ ગઢવી સહિતે આ દરોડો પાડયો હતો.
(3:28 PM IST)










