<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

પત્‍નિ ઘરેથી જતી રહેતાં વેલનાથપરાના વિજયએ વધુ પડતી ગોળી પી લીધી

સોરઠીયાવાડી સર્કલે બનાવઃ માથાના દુઃખાવાની દવા પી લેતાં સારવારમાં

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં વિજય રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામના યુવાને સવારે સાડા દસેક વાગ્‍યે સોરઠીયા વાડી સર્કલ રાજધાની પાઉભાજી પાસે માથાના દુઃખાવાની વધુ પડતી દવા પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ભક્‍તિનગર પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી.

વિજય બે ભાઇમા નાનો છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેના કહેવા મુજબ પત્‍નિ ઘરેથી નીકળી જતાં પોતાને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. 

(3:34 PM IST)