તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ટી.આર.પી.ગેમઝોન અગ્નિકાંડમાં મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના સુપ્રીમ કોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ૧૬: રાજકોટ સહિત ગુજરાતને હચમચાવી લેનાર અગિ્નકાંડના કેસમાં રાજકોટના મુખ્ય ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન મંજુર થયાનું જાણવા મળે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગિ્નકાંડમા઼ બનાવમાં કુલ ર૭ વ્યકિતઓના મોત થયાં હતા. ત્યારે ક્રમશઃ જુદા જુદા આરોપીઓ દ્વારા જામીનપર છોડવા તેમજ ડીસ્ચાર્જ કરવાની અરજીઓ થયેલ હતી. પરંતું આરોપીઓને જામીન નહિં મળતા છેલ્લે આ મામલે કેટલાંક આરોપીઓને હાઇકોર્ટમાંથી રાહત નહિ મળતા સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
મળતી માહિતી મુજબ અગિ્નકાંડના આ ગોજારા બનાવમાં રાજકોટ મનપાના મુખ્ય ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેરે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના સંદર્ભમાં ગુજરાત સરકાર ઉપર નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી.
અત્યાર સુધી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કેટલીક શરતોને આધીન ઇલેશ ખેરને સુપ્રિમ કોર્ટે રાહત આપી જામીન મંજુર કર્યાનું જાણવા મળે છે.
(3:36 PM IST)










