<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મોરબી રોડ બજરંગ પાર્કમાં મ્‍યુ. કોર્પોરેશન કર્મચારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

તબિયત સારી નથી કહી અરવિંદભાઇ રાઠોડે રૂમમાં જઇ પગલુ ભર્યુઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર બજરંગ પાર્કમાં રહેતાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તબિયત સારી નથી તેમ કહી રૂમમાં ગયા બાદ તેણે આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ  મોરબીરોડ પર બજરંગ પાર્ક-૨માં રહેતા અરવિંદભાઈ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૫૨)નાસવારે પોતાના ઘરે રૂમમાં હતા ત્‍યારે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્‍નિ રૂમમાં જોવા જતા પતિને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મુકતા પરિવારજનો, પડોશીઓ ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. અરવિંદભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરવામા઼ આવતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આત્‍મહત્‍યા કરનાર અરવિંદભાઈ મ્‍યુ. કોર્પોરેશનમાં કન્‍ઝર્વન્‍સી  વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ચાર ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. સવારે પોતાની તબિયત સારી ન હોવાનું ઘરના સભ્‍યોને કહી રૂમમાં ગયા બાદ આ પગલુ ભર્યુ હતું. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી હતી. 

(4:00 PM IST)