<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

આંખોની સારવારના બહાને કેરલાને બદલે પતિ ઐયાસી કરવા ગોવા જતો રહેતો'તો!

રાજકોટની ક્રિષ્‍નાબેન મકવાણાને જામનગરમાં એન્‍જિનીયર પતિ અને સાસુ સસરાનો ત્રાસ : પતિ દારૂ પી મારકુટ કરી માવતરેથી પૈસા લાવવા દબાણ કરતોઃ આંખોની સારવારના બહાને કેરલાને બદલે ગોવા જઇ ઐયાશી કરતો હોવાનો આક્ષેપઃ નિવૃત શિક્ષક સસરા અને સાસુ પણ પતિનો પક્ષ તાણતા હતાં: મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ થઇ

રાજકોટ તા. ૧૭: શહેરમાં નાના મવા રોડ જીવરાજ પાર્કમાં અને હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને એન્‍જીનીયર પતિ મારકુટ કરી માવતરેથી પૈસા લાવવા દબાણ કરતો હોવાના તેમજ નિવળત શિક્ષક સસરા અને સાસુ મેણાઓ મારી ત્રાસ આપતા હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્‍ટેશનમાં દાખલ થઇ છે.

પોલીસે આ બનાવમાં હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતા ક્રિષ્‍નાબેન જીગ્નેશભાઈ મકવાણા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી  જામગનર રહેતાં તેણીના પતિ જીજ્ઞેશ હરજીભાઇ મકવાણા, સસરા હરજીભાઈ ગોવાભાઈ મકવાણા અને સાસુ સવીતાબેન સામે ગુનો નોંધ્‍યો છે. ક્રિષ્‍નાબેને  ફરીયાદમાં જણાવ્‍યુ હતુ કે તેના લગ્ન ૧૧ વર્ષ પહેલા જીજ્ઞેશ સાથે થયા હતા અને સયુકત કુંટુંબમાં રહેતા હોય બાદમાં પતિ જીજ્ઞેશ જામનગરમાં જેટકોમાં એન્‍જીનીયર તરીકે નોકરી કરતા હોય અને સસરા બાબરા તાલુકા પીપળીયા ગામે શાળામાં શિક્ષક હોય અમરેલી રહેતા હતા.

ત્‍યારબાદ પતિની બદલી થયા બાદ રાજકોટ નોકરી કરતા હોઇ જીવરાજ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા હતા. દરમ્‍યાન પતિ અવાર નવાર દારૂ પીને મોડી રાત્રીના ઘેર આવી મારકુટ કરી ત્રાસ આપતો હતો. જે બાબતે સાસુ સસરાને વાત કરતા તે પતિનો પક્ષ લઈને મારી સાથે ઝઘડાઓ કરતા. બાદમાં મારા પતિને દારૂ ઉપરાંત જુગાર રમવાની કુટેવ પડતા અવાર નવાર દાગીના ગીરવે મુકી આવતા અને મને માવતરેથી નાણા લઈ આવવા માટે દબાણ કરતો હોઇ જેથી તે માવતરેથી રૂપીયા લઈને આપતી હતી. બાદમાં પતિ અવાર નવાર શંકાઓ કરી ઝઘડાઓ કરતો અને બાદમાં સસરા નિવળત થતા સાસુ સસરા પણ રાજકોટ રહેવા આવ્‍યા હતા. બાદમાં તે પ્રાઈવેટ નોકરી શરૂ કરી હતી જેથી મારા સાસુને ગમતુ ન હોઇ કામ કરીને નોકરીએ જવા માટે કહેતા જેથી મારે નોકરીમાં મોડુ થતુ હતુ.

તેમજ મારા પતિ જીજ્ઞેશને આંખોમાં તકલીફ થતા તેને આર્યુવેદીક સારવાર માટે કેરાલા લઇને જતા હતા અને ચાર માસ

(2:02 PM IST)