<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

સોમવારે ઓપન રાજકોટ કૂકીંગ કોમ્‍પીટીશન

જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા આયોજનઃ ૧૦૦થી વધુ બહેનો ભાગ લેશે

રાજકોટઃ જેસીઆઈ રાજકોટ યુવા અને મોદીકેરના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટમાં ઓપન સૌરાષ્‍ટ્ર કુકીંગ કોમ્‍પીટીશનનુ હાઉઝી ગીફટ આયોજન દર વખતની જેમ આ વખતે પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૦૦ થી વધુ બહેનો ભાગ લેશે.

આ કુકીંગ કોમ્‍પીટીશનમાં ત્રણ ટાઈપની વાનગીમાં મહીલાઓએ ભાગ લેવાનો રહેશે. મીક્ષ કઠોળ, મકાઈની આઈટમ, ફરારી આઈટમ, આ ત્રણ આઈટમમાં જે લોકોને ભાગ લેવો હોય તે લઈ શકશે અને ત્‍યાં આવીને બેસ્‍ટ ઈનોવેશન, પ્રેઝન્‍ટેશન અને ડેકોરેશન કરવાનું રહેશે. તે સમય તેમને ફાળવવામાં આવશે અને વાનગી ઘરેથી રેડી કરીને આવવાની રહેશે. દરેક સ્‍પર્ધકે બપોર. ૩:૩૦ થી ૪ દરમિયાન ફરજીયાત પોતાની એન્‍ટ્રી લઈ લેવાની રહેશે. કુકીંગ સાથે હાઉઝી ગેમનુ પણ આયોજન રાખવામાં આવ્‍યું છે. વિજેતાઓને ગીફટ આપી સન્‍માનીત કરવામાં આવશે. આ સ્‍પર્ધાની ફી રૂ.૧૫૦ રાખેલ છે. અને જેમણે હાઉઝીમાં ભાગ લેવો હોય તેમની ફી રૂ.૧૦૦ રાખેલ છે.

તા.૨૧ને સોમવાર, બપોરે ૩:૩૦ થી ૬:૩૦ હોટલ વ્‍હાઈટ વેલી, નેકઆઉટની સામે, કાલાવડ રોડ ખાતે કોમ્‍પીટીશન યોજાશે. વધુ માહિતી માટે(મો.૯૫૮૬૪ ૯૪૪૩૦/ ૯૭૨૪૭ ૫૬૮૧૦)

આ સ્‍પર્ધામાં મુખ્‍ય સંયોજક તરીકે નંદગોપાલ ભારત ગેસ એજન્‍સીના શ્રીમતિ કિરણબેન અશ્‍વિનભાઈ વિઠલાણી જોડાયેલ છે. આ સ્‍પર્ધાને સફળ બનાવવામાં શીલુ ચંદારણા, વિભાબેન ચાવડા, અલ્‍પાબેન શેઠ, નયનાબેન પરમાર, કિરણબેન વિઠલાણી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રેસિડન્‍ટ વિભા ચાવડા, સેક્રેટરી અલ્‍પા શેઠ, નયના પરમાર (મોદીકેર લીડર), શીલા ચંદારણા (ફાઉન્‍ડર), સંજના મંછારામાણી (મોદીકેર લીડર), શાલુ રામવાણી (મોદીકેર લીડર), કવિતા પીઠવા (મોદીકેર લીડર) નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:57 PM IST)