<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ચકરડી-રાઈડ્‍સ ગેરકાયદે છે મહાપાલિકાએ જવાબદારી ખંખેરી!

પ્રજાનો સવાલઃ ગ્રાઉન્‍ડ કોનું? જવાબદારી કોની?

 

રાજકોટ,તા.૧૭: શહેરના પરંપરાગત લોકમેળામાં ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોન બાદ સરકાર તરફથી એસઓપીના નિયમમાં ફેરફાર કરવામાં ગેમઝોન બાદ સરકાર તરફથી એસઓપીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. જેથી રાઈડ્‍સ માલીકો માટે નવા નિયમો અમલી બન્‍યા છે. કલેક્‍ટર તંત્રએ આ વર્ષે પણ રાઈડ્‍સ અંગે કોઈ મચક ન આપતા લોકમેળામાં રાઈડ્‍સના હોવા ઉપર અનિશ્‍ચિતતા ઘેરો બની રહી છે. તેવામાં મનપા દ્વારા ફનવર્લ્‍ડ પછીના ગ્રાઉન્‍ડમાં આખું વર્ષ ઉભા રહેતા વિવિધ નાની-મોટી ચકરડીની મંજૂરી ન આપવામાં આવી હોવાનું બોર્ડ મારી દેવાયું છે. રહી-રહીને તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવતા આશ્‍ચર્ય ફેલાયું છે. મનપાએ મારેલ બોર્ડમાં જણાવ્‍યા મુજબ આ ગ્રાઉન્‍ડમાં કોઈપણ રાઈડ્‍સ ચકરડીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપેલ નથી. રાઈડ્‍સમાં બેસતા ગ્રાહકોની સેફટી/સીક્‍યુરીટીની જવાબદારી પોતાની રહેશે.(તસ્‍વીરઃઅભિજીત બગથરીયા)(૪૦.૨૬)

 

(3:01 PM IST)