તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
દુર્ઘટના સમયે શું તૈયારી છે? ERC ફાયર સ્ટેશને સમીક્ષા કરતા ડે.કમિ. મનીષ ગુરવાની
ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ વાહનોની, કોલ રજીસ્ટરની ચકાસણી કરી

રાજકોટ તા.૧૭: મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(IAS)એ આજે ERC ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ વાહનોની, કોલ રજીસ્ટરની ચકાસણી કરી હતી.
વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ વાહનોની સમીક્ષા કરી, કોઈપણ દુર્ઘટનાના બનાવ અંગે રિસ્પોન્સ ટાઈમની સમીક્ષા કરી, ફાયર એન.ઓ.સી., સેલ્ફ એફિડેવિટ તથા સરપ્રાઈઝ ઇન્સ્ટ્રક્શન કરવાની સૂચના આપી, કોલ રજીસ્ટરની પણ ચકાસણી કરી હતી.
નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના મેનેજર, સ્ટેશન ઓફિસર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.
(3:02 PM IST)










