<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓના માવતરો બનવાનું સદભાગ્‍ય ફરી એકવાર દીકરાનું ઘરની ટીમને

પ્રત્‍યેક દીકરીઓને ૩૦૦ થી વધુ કરિયાવરરૂપી વસ્‍તુઓ ભેટઃ દેશ માટે શહીદ થનાર જવાનની દીકરી હશે તો ૫ લાખ સુધીનો કરિયાવર અપાશે

રાજકોટઃ ‘‘દિકરાનું ઘર'' દ્વારા ૨૦૧૮ થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિઃસહાય, લાચાર, અત્‍યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી વ્‍હાલુડીના વિવાહ અત્‍યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. આ વખતે મુખ્‍ય યજમાન પદે ત્રણ બહેનપણીઓ વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, નીપાબેન રાજેશભાઈ કાલરીયા તથા કોષાબેન સુનિલભાઈ મહેતા જોડાયેલ છે.

આગામી ૨૮ ડીસેમ્‍બરના રોજ સતત આઠમાં વર્ષે વ્‍હાલુડીના વિવાહ-૮ ‘‘દિકરાનું ઘર'' દ્વારા ગરિમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલ ફરી એક વખત ૨૨ દીકરીઓના જરૂરીયાત મુજબનો સમુદ્ધ કરીયાવર અર્પણ કરી વિદાય આપશે. તેમ સંસ્‍થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલિન તન્ના, સુનિલ વોરા, અને કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્‍યું છે. ભાવેશભાઈ તળાવિયા પરિવાર, બિલ્‍ડર ધીરુભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર, સંજયભાઈ ધમસાણીયા પરિવાર પણ યજમાન પદે અગાઉ રહી ચુક્‍યા છે.

મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નીદતભાઈ બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂભાઈ રોકડ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્‍છે જણાવ્‍યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વ્‍હાલુડીના વિવાહ લગ્નોત્‍સવમાં પ્રત્‍યેક દીકરીઓને સમુદ્ધ કરિયાવર ભેટ રૂપે ૩૦૦થી વધુ વસ્‍તુઓ ભેટ આપવામાં આવશે. અત્‍યાર સુધીમાં ૧૬૪ દીકરીઓના લગ્ન કરવામાં આવ્‍યા છે. ચાલુ સાલ વધુ ૨૨ દીકરીઓને પરણાવવામાં આવશે.

આ ઉપરાંત વ્‍હાલુડીના વિવાહ લગ્નોત્‍સવમાં ભાગ લેનાર પ્રત્‍યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરૂ અને સપ્‍તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ આપવામાં સંસ્‍થા નિમિત બનશે તેમ સંસ્‍થાના સુનિલ મહેતા, ધર્મેશ જીવાણી, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, દીપકભાઈ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવાયું છે.

આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્‍થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાળા, પ્રવીણભાઈ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, ડો. મયંકભાઈ ઠક્કર, ધનશ્‍યામભાઈ રાચ્‍છ, જયેશભાઈ સોરઠીયા, રાજદીપસિંહ જાડેજા, અજયભાઈ પટેલ, હરીશભાઈ હરીયાણી, દોલતભાઈ ગાદેશા, વિરાભાઈ હુંબલ, સંજયભાઈ દવે, અશ્વિનભાઈ આદ્રોજા, યશવંતભાઈ જોષી એ જણાવ્‍યું છે કે સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધીમાં ૧૬૪ દીકરીઓને પરણાવવામાં આવેલ છે.

વહાલુડીના વિવાહ-૮ નું ફોર્મ વિતરણ તા.૨૧/૦૭/૨૦૨૫ થી ૨૮/૦૮/૨૦૨૫ સુધી સાંજના ૪ થી ૭ સુધી ૩૦૫, ગુરુરક્ષા કોમ્‍પલેક્ષ, ભારત ટ્રાવેલ્‍સની બાજુમાં વિરાણી ચોક, ટાગોર રોડ ખાતે કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉમરનું પ્રમાણપત્ર સાથે લઇ આવવું ફરજીયાત રહેશે. આ લગ્નોત્‍સવને સફળ બનાવવા હાર્દિક દોશી, પ્રનંદ કલ્‍યાણી, જીજ્ઞેશ આદ્રોજા,કેતન મેસવાણી, રાજુભાઈ વસંત, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, પરિમલભાઈ જોષી, જયેન્‍દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલીયા, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જીજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી.જાડેજા, ચેતન મહેતા, અતુલ વોરા, ડો. દીપકભાઈ પારેખ, વિમલ પાણખાણીયા, સાવન ભાડલીયા, શૈલેષ દવે, બ્રીજ વૈષ્‍ણવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ  જહેમત ઉઠાવી રહેલ છે.

ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, નિશાબેન મારૂ, ચેતનાબેન પટેલ, વર્ષાબેન આદ્રોજા, કલ્‍પનાબેન દોશી, કાશ્‍મીરાબેન દોશી, પ્રીતીબેન તન્ના, પ્રીતીબેન વોરા, રાધીબેન જીવાણી, રૂપા વોરા, વર્ષાબેન પોપટ, ગાર્ગી ઠક્કર, શિલ્‍પાબેન પટેલ, અલ્‍કાબેન પારેખ, ગીતાબેન એ. પટેલ, વર્ષાબેન આસોદરીયા, કૌશિકાબેન જીવરાજાની, દિનાબેન મોદી, હેમાબેન મોદી, મૌસમીબેન કલ્‍યાણી, અરૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, ગીતાબેન વોરા સહિતની બહેનો લગ્નોત્‍સવને યાદગાર બનાવવા સક્રિયપણે કામગીરી કરી રહી છે.

‘‘વ્‍હાલુડીના વિવાહ-૮'' સંદર્ભે કોઈ માહિતી માટે સંસ્‍થાના મુકેશ દોશી (મો.૯૮૨૫૦૭૭૭૨૫), સુનિલ વોરા (મો.૯૮૨૫૨૧૭૩૨૦), નલિન તન્ના (મો.૮૭૨૫૭૬૨૦૨૨), અનુપમ દોશી (મો.૯૪૨૮૨૩૩૭૯૬)નો સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ રાચ્‍છ અને અશ્વિનભાઈ પટેલ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:03 PM IST)