<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

તુષાર સુમેરાનું નાણાવટી ચોકથી રૈયા રોડ અને વગડ ચોકડી ખાતે રોડની ચાલુ કામગીરીનું ઓચીંતુ ચેકીંગ

મ્‍યુનિસિપલ કમિશનરનું વેસ્‍ટ ઝોનમાં ચાલતી પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ

રાજકોટ, તા. ૧૭: રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી રોડ પર ડામરથી પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં વેસ્‍ટ ઝોનના વોર્ડ નં.૧માં નાણાવટી ચોકથી રૈયા રોડ અને વગડ ચોકડી ખાતે ચાલુ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્‍ટ ઝોન સહીતના તમામ ઝોનના તમામ વોર્ડમાં રોડ રિસ્‍ટોરેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

 ચોમાસાને કારણે શહેરના ખરાબ થયેલ રસ્‍તાને રિસ્‍ટોરેશન કરવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. જેના નિરીક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ-કર્મચારીઓ સતત કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. જેમાં આજે મ્‍યુનિસિપલ કમિશનરએ આજે વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી ડામરથી પેચવર્કની ચાલુ કામગીરી નિહાળી હતી.

 મ્‍યુનિસિપલ કમિશનરની શહેરની ફેરણી દરમ્‍યાન નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્‍જી. કુંતેશ મહેતા તેમજ સંબંધિત અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:03 PM IST)