<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

રવિવારે રાજકોટમાં ગુજરાતભરના ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ ઉમટશે

ઓનલાઇન માર્કેટ-મોલ અને સામાન્‍ય દુકાનદારોને ત્‍યાં વસ્‍તુની કિંમત સમાન રાખવા માંગણી : કન્‍ઝયુમર પ્રોડક્‍ટ્‍સ ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ એસો.નું વિરાટ આયોજન : કિંમત અન્‍યાયથી લાખો લોકોની રોજગારી ખતરામાં: સમાન કિંમત માટે એકશન પ્‍લાન ઘડાશેઃ ગુજરાતભરના ડિસ્‍ટ્રીબ્‍યુટર્સને ઉમટવા હાકલ

ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ એસો.ના અગ્રણીઓ ડી.કે. રાચ્‍છ, સચીન દાવડા,જીતુભાઇ અદાણી, નલીનભાઇ શાહ, જયેશભાઇ તન્‍ના, કિરણ બાટવિયા વગેરે નજરે પડે છે.  ( તસવીરઃ સંદીપ - બગથરીયા)

રાજકોટ, તા.૧૭: એક જ વસ્‍તુની અલગ-અલગ માર્કેટ ચેનલમાં અલગ-અલગ કિંમતોના કારણે અકલ્‍પનીય મુશ્‍કેલ સ્‍થિતિ સર્જાઇ છે. આ સમસ્‍યા સામે અવાજ ઉઠાવવા રાજકોટમાં પહેલ થઇ છે. તા.૨૦ ના રવિવારે ગુજરાતભરના કન્‍ઝુયુમર પ્રોડકટ્‍સના ડિસ્‍ટ્રીબ્‍યુટર્સની વિરાટ મીટિંગ આયોજિત થઇ છે. ડિસ્‍ટ્રીબ્‍યુટસ- ફેડરેશન  ઓફ ગુજરાતના બેન હેઠળ એકઠા થશે.

રાજકોટના ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ એસો. ના ડી.કે. રાચ્‍છ (ઓમ એન્‍ટરપ્રાઇઝ) ,સેક્રેટરી સચીન દાવડા (બાલાજી માર્કેટિંગ), ચેરમેન જીતુભાઇ અદાણી (અદાણી) મસાલા, નલીનભાઇ શાહ આગામી ૨૦ જુલાઇ ને રવિવાર ના રોજ રાજકોટ માં સમગ્ર ગુજરાત અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ માં થી ૫૦૦ થી વધારે FMCG (ફાસ્‍ટ મૂવિંગ કનઝયુમર ગૂડ્‍સ) ના દરેક નાની અને મોટી કંપની ના ડિસ્‍ટ્રીબુટોર્સ મીત્રો ફેડરેશન ઓફ ગુજરાત ના નેજા હેઠળ રાજકોટ કનજ્‍યુમર પ્રોડક્‍ટસ ડિસ્‍ટ્રીબુટોર્સ અસોશિએશન આયોજિત મીટિંગમાં ભેગા થઈ રહિયા છે.આ મનોમંથન મીટીંગ માં હાલનાં કંપની તરફથી પોલિસી લેવલના નીચે મુજબ પ્રોબ્‍લેમ થાઈ છે. તેના વિષે ચર્ચા-વિચાર અને તેના ઉકેલો અને આગામી સમય માટેના એક્‍શન પ્‍લાન ની ચર્ચા કરવામાં આવસે. મોડર્ન ટ્રેડસ (મોલ) - ક્‍વિકકે ફોર્મ્‍સ - ઓન લાઇન માટે એક સરખી પ્રોડક્‍ટ માટે અલગ-અલગ ભાવ અને અલગ-અલગ સ્‍કીમ ઓફર. મોડર્ન ટ્રેડસ (મોલ) - ક્‍વિકકે ફોર્મ્‍સ - ઓન લાઇન ચેનલમાં નાના પેક સસ્‍તા અને મોટા પેક મોંઘા પડે છે...જે ખરેખર મોટાં પેક સસ્‍તો હોવા જોઈએ..આમ કસ્‍ટમર છેતરાય છે.

 ઉપરના મેઇન પ્રોબ્‍લેમ ને કારણ એકજ માર્કેટમાં એકજ પ્રોડક્‍ટસ ના અલગ-અલગ ભાવ અને અલગ આલગ સ્‍કીમ માર્જિનના કારણે ગ્રાહક છેતરાય છે અને કનફયુજન ડિસ્‍ટ્રીબુટોર્સ અને જનરલ ટ્રેડ રિટઇલરસ પોતાની વિસવાસનીયતા વધે છે અને ગુમાવે છે.

ઉપરોક્‍ત પ્રોબ્‍લેમને કારણે એકજ માર્કેટમાં એકજ પ્રોડક્‍ટસના અલગ-અલગ ભાવ સ્‍કીમ હોવાના કારણે. મોડર્ન ટ્રેડ અને ક્‍વિક કોમર્સ પોતાના બીઝનેસ વધારતા જાઈ છે અને જનરલ ટ્રેડ અને નાના દુકાનદારો અને તેમને સપ્‍લાય કરતાં ડિસ્‍ટ્રીબુટોર્સ નો બીઝનેસ ઘટતો જાઈ છે, તેના કારણે કંપનીનું વેચાણ માટેનું પ્રેશર વધતું જાઈ છે. જે ઓવર સ્‍ટોક ને જન્‍મ આપે છે, તેના કારણે અંડર કટિંગ નો જન્‍મ થાઈ અને માટેની/સ્‍કીમ કાપીની બજારમાં માલ વેચવા મજબૂર થાઈ છે. તેના કારણે માર્કેટ અસ્‍થિર-અવ્‍યવસ્‍થિત અને અવિસવાસનીય બનતી જાઈ છે. (

(3:48 PM IST)