તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
મનપાના પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રની બેદરકારીઃ બાળકને વિટામીન-એનો ડોઝ આપ્યા વિના જ મમતા કાર્ડમાં કરી એન્ટ્રી : જુઓ વિડિયો
આરોગ્ય અધિકારીને માતા-પિતા દ્વારા રજૂઆત

રાજકોટ, તા. ૧૭: મનપા વોર્ડ નં.૧૬માં આવેલા પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીની બેદરકારી સામે આવી છે. આ અંગે આજે નેહલ પ્રભાતભાઇ હુંબલ નામના વાલીએ આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે.
શહેરના કોઠારિયા રોડ પર વળંદાવન પાર્કમાં રહેતા નેહલ હુંબલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૬માં આવેલા પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે મેં મારા ૧૬ મહિનાના બાળકને રસીકરણ માટે લઇ ગયો હતો. મમતા કાર્ડમાં રસીકરણની નોંધણી કરાઇ હતી. ત્યારબાદ ૨૦ દિવસ પછી બાળકને તકલીફ જણાતા મને માલૂમ પડ્યું હતું કે તેને વિટામીન-એનો ડોઝ આપવામાં આવ્યો નથી.
આ અંગે જ્યારે મેં આરોગ્ય કેન્દ્રમાં ક્રોસ વેરિફિકેશન કર્યું ત્યારે મને આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ એવો જવાબ આપ્યો હતો કે તમે જે દિવસે વિટામીન-એનો ડોઝ આપવા માટે આવ્યા હતા તે દિવસે ડોઝ ઢોળાઇ ગયો હતો જેથી મેં ઇન્જેક્શન આપ્યું ન હતું. જો કે, કર્મચારી દ્વારા આ અંગે વાલીને જાણ કરવામાં આવી ન હતી.
જ્યારે મેડિકલ ઓફિસરને રજૂઆત કરવામાં આવી ત્યારે તેઓએ એવો ઉડાવ જવાબ આપ્યો હતો કે આવી ભૂલથી થતી રહે, ભવિષ્યમાં કોઇ બાળક કે વાલી સાથે આવી ગંભીર ઘટના ન બને તે માટે જવાબદારો સામે કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી
(5:48 PM IST)










