તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
૩૫ વર્ષીય કિરણબેન કણઝારીયા, ૫૭ વર્ષિય વસંતભાઇ મેંદપરાના હૃદય બેસી જતાં મૃત્યુ
ગાંધીગ્રામ શાસ્ત્રીનગર અને કુવાડવા રોડ મારૂતિનગરના પરિવારજનોમાં શોકઃ માલધારી સોસાયટીના ૫૫ વર્ષના દિપકભાઇ જોષીનું બેભાન હાલતમાં અને મંછાનગરના ૩૮ વર્ષિય રાજેશભાઇ રાઠોડનું શ્વાસ ચડયા બાદ મૃત્યુ

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી મૃત્યુના વધુ બે બનાવ બન્યા છે. જેમાં ગાંધીગ્રામ શાષાીનગરના ૩૫ વર્ષિય મહિલા અને કુવાડવા રોડ મારૂતિનગરમાં રહેતાં પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ બંનેના મૃત્યુ થયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ દોઢસો રીંગ રોડ ફાયર સ્ટેશન પાછળ શાષાીનગર-૬માં રહેતાં કિરણબેન મનોજભાઇ કણઝારીયા (ઉ.વ.૩૫) રાતે સાડા બારેક વાગ્યે ઘરે એકાએક તબિયત બગડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ પ્લમ્બીંગ કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં કુવાડવા રોડ મારૂતિનગર આંબા ભગતની શેરીમાં રહેતાં વસંતભાઇ હરજીભાઇ મેંદપરા (ઉ.વ.૫૭) રાતે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે યાર્ડમાં નોકરી કરતાં હતાં.
ત્રીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી વૃજભુમી માલધારી સોસાયટીમાં રહેતાં દિપકભાઇ વજેશંકરભાઇ જોષી (ઉ.વ.૫૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. પેરેલીસીસ એટેક આવેલો હોઇ તેઓ બિમાર રહેતાં હોવાનું સગાએ કહ્યુ઼ હતું.
ચોથા બનાવમાં જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં લાલપરી પાસે રહેતાં રાજેશભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) સવારે શ્વાસ ચડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં ગમગીની વ્યાપી ગઇ હતી. રાજેશભાઇ ઇમિટેશનની મજૂરી કરતાં હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કેટલાક સમયથી તેમને શ્વાસની બિમારી લાગુ પડયાનું સગાએ કહ્યુ઼ હતું. ચારેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્દ્રભાઇ અને પરેશભાઇએ યુનિવર્સિટી પોલીસ અને બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(2:30 PM IST)










