<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ભારે વાહનોને શહેરમાં પ્રવેશવાની છુટ સાંજે ૭:૩૦ થી સવારે ૭:૩૦ સુધી જ રાખો

ગ્રેટર રાજકોટ ચેમ્‍બર દ્વારા પોલીસ કમિશ્‍નરને રજૂઆત

રાજકોટઃ શહરેમાં તાજેતરમાં રૈયા રોડ ખાતે હનુમાનમઢી પાસે બે કોલેજીયન યુવતીઓ ઉપર ડમ્‍પર ફરી વળતા એક આશાસ્‍પદ યુવતીનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યુ મૃત્‍યુ નિપજેલ છે. આવા અકસ્‍માતોનો સીલસીલો તો વારેતહેવારે થતો જ રહે છે. પરંતુ તે અન્‍વયે નક્કર પગલા લઈને તેને રોકવા માટે કામગીરીનો અભાવ જોવા મળે છે.

ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને પત્ર દ્વારા રજુઆતમાં જણાવેલ કે, રાજકોટ શહેરની હદવિસ્‍તારમાં હેવી વાહન કેટેગરીના વાહનો જેવા કે, ટ્રક, ડમ્‍પર, ટ્રેક્‍ટર જેવા વાહનોને સીટી એરીયામાં દિવસના ટાઈમે આવવાની મનાઈ કરવી જોઈએ અને તેઓને રાત્રીના સમયે ૭:૩૦ વાગ્‍યાથી સવારના ૭:૩૦ વાગ્‍યા સુધી સીટી એરીયામાં આવવા છુટ આપવાની વ્‍યવસ્‍થા કરવી જોઈએ. જેથી આવા અકસ્‍માતોને મહદઅંશે નિવારી શકાય તે સંદર્ભનું જાહેરનામું બહાર પાડીને તાત્‍કાલીક અસરથી તેને અમલવારી કરાવવી જોઈએ તેમ ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન ધનસુખભાઈ વોરા તથા પ્રમુખ રાજીવભાઈ દોશી દ્વારા જણાવાયું છે.

(2:06 PM IST)