તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
જીલ્લા કલેકટરો-પોલીસ કમિશનર રાઇડસ-ગેમીંગ ઝોન, એકટિવીટી અંગે જરૂર પ્રમાણે સુધારા કરી શકશેઃ લાયસન્સની મર્યાદા હવે ૬૦ દિવસની
રાઇડ સેફટી-ઇન્સ્પેકશન કમિટીમાં જે તે જીલ્લાના જ વર્ગ-ર કે તેથી ઉપરના સરકારી ઇજનેરોને લેવાના રહેશે : રાઇડસ માટેનું ફાઉન્ડેશન સોઇ સ્ટેબીલીટી રીપોર્ટ-લોડ બેરીંગ કેપેસીટી મુજબ ભરવાનું રહેશેઃ જરૂર ન જણાય તો RCCફાઉન્ડેશનનો આગ્રહ રાખવાનો રહેશે નહિ... : હોમ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ કલેકટર - પોલીસ કમિશનર તથા અન્ય જીલ્લાઓને મેળા અંગે ખાસ પત્ર જાહેર

રાજકોટ, તા. ૧૮: રાજયના હોમ ડીપાર્ટમેન્ટ રાજકોટ કલેકટર તથા રાજકોટ પોીસ કમિશનરને એક મહત્વનો પરીપત્ર પાઠવી આપના ક્ષેત્રાધિકારમાં લાગુ પાડેલ એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી ફલ્સ, ૨૦૨૪ ના સંદર્ભમાં ટેમ્પરરી મેળાઓને લાયસન્સ આપવા અંગેના સૂચનો જાહેર કર્યા છે.
પત્રમાં જણાવ્યું છે કે, ધ ગુજરાત પોલીસ એક્ટ, ૧૯૫૧ના સેકશન-૩૩(૧)(ડબલ્યુ) અંતર્ગત મળેલ સત્તા મુજબ તમામ જિલ્લાઓ અને શહેરો ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓ અને પોલીસ કમિશનરશ્રીઓ દ્વારા પોતાના ક્ષેત્રાધિકાર માટે એમ્યુઝમેન્ટ ટાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી રૂલ્સ, ૨૦૨૪ બનાવેલ છે તથા જરૂરીયાત જણાતાં સદર નિયમોમર્મા સુધારા-વધારા પણ કરી શકે ઘેન છે.
સદર નિયમોના અમલીકરણ બાબતે મેળા ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસીએશન, અમદાવાદ તથા અન્ય આનંદ મેળાઓ (ટેમ્પરરી મેળાઓ) ના આયોજકો દ્વારા આનંદ મેળા અંગેનું લાયસન્સ મેળવવા પડતી અગવડો બાબતે અત્રે રજૂઆતો કરેલ. જે ધ્યાને રાખી આનંદ મેળાના આયોજકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગળહ વિભાગ ખાતે તા.૧૬.૦૭,૨૦૨૫ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી રૂલ્સ, ૨૦૨૪ના દાયરામાં રહી, આનંદ મેળા સાથે લોકોની જોડાયેલી સાંસ્કળતિક ભાવનાઓ, સામાજિક આસ્થાઓ, પરંપરાઓ તથા લાગણીઓને ધ્યાને રાખી, આનંદ મેળાના આયોજકોને સમયમર્યાદામાં લાયસન્સ મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવેલ. આ બેઠકમાં થયેલ ચર્ચાનુસાર રાજ્યના તમામ જિલ્લાઓ/શહેરોમાં અમલી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી રૂલ્સ, ૨૦૨૪ માં જરૂર જણાયેથી નીચે મુજબના સુધારાઓ કરવા માટે સૂચન આપવામાં આવે છે.
લાયસન્સ આપવા અંગે સમયમર્યાદા
હાલના નિયમ મુજબ અરજદારને લાયસન્સની અરજી કર્યાના દિન-૬૦ની સમયમર્યાદામાં લાયસન્સ આપવાનું રહે છે અથવા કારણો સહિત નકારવાનું રહે છે. સામાન્ય રીતે ચોક્ક્સ તહેવારો/તારીખો દરમિયાન આનંદ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ ચોકસ સમયગાળા દરમિયાન આનંદ મેળાઓનું આયોજન થઈ શકે અને મેળાના આયોજકો પણ મેળા/રાઇડ્સ માટે જરૂરી માળખું ઉભું કરી શકે તે માટે, આનંદ મેળાઓના કિસ્સામાં લાયસન્સ આપવાની સમયમર્યાદાને દિન-૩૦ કરવામાં આવે તે હિતાવહ જણાય છે. જે ધ્યાને રાખી તદનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવે છે.
સિટી/ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં સ્થાનિક સરકારી ઈજનેરોની નિમણૂક
સદર નિયમો હેઠળ સંબંધિત સિટી/ડિસ્ટ્રિકટ રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં નિમણૂક થયેલા ઈજનેરોને એમ્યુઝમેન્ટ રાઇડ્સ/ગેમીંગ ઝોન/આનંદ મેળાઓના ઇન્સ્પેક્શન માટે એકથી વધુ જિલ્લાઓ/શહેરોની જવાબદારી આપવામાં આવેલ હોવાનું ધ્યાન પર આવેલ છે. જો સદર કમિટીમાં, જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ સ્થાનિક સરકારી ઈજનેરોની નિમણૂક કરવામાં આવે તો આનંદ મેળાઓને લાયસન્સ આપવા અંગે ઉપર સૂચવ્યા મુજબ દિન-૩૦ની સમયમર્યાદામાં નિયમાનુસાર લાયસન્સ આપવામાં સરળતા ઉભી થાય તથા નિヘતિ સમયે મેળાઓનું આયોજન થઇ શકે. જેથી સદર કમિટીમાં જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ વર્ગ-ર કે તેથી ઉપરના સ્થાનિક સરકારી ઇજનેરોનો સમાવેશ કરવામાં આવે તે ઉચિત જણાય છે. જે ધ્યાને રાખી તદનુસાર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવે.
ટેમ્પરરી મેળાની રાઇડ્સ માટે ફાઉન્ડેશન
ટેમ્પરરી મેળાના આયોજકોએ જે તે રાઇડ્સ માટે જરૂર જણાયેથી Chartered Engineer દ્વારા સૂચવાયેલ Soil Stability રીપોર્ટ તેમજ રાઇડ્સની Load Bearing Capacity તથા અન્ય જરૂરી વિગતોને ધ્યાને લઈ ફાઉન્ડેશન તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ જો માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા તપાસ થયા બાદ જરૂરી સૂચના મળે તો તેમાં સૂચિત ફેરફાર કરવાનો રહેશે. સંબંધિત રાઈડ માટે જો જરૂર જણાતી ન હોય તો આર.સી.સી. ફાઉન્ડેશન અંગેનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
લાયસન્સના દિવસોની ગણતરી
ટેમ્પરરી મેળાના આયોજકો દ્વારા અમુક ચોકકસ દિવસો/મહિનાઓ (વધુમાં વધુ ત્રણ મહિનાઓ) માટે લાયસન્સ મેળવવા અંગે અરજી કરવામાં આવતી હોય છે. આ ઓપરેશન લાયસન્સની ગણતરી આયોજકને ઓપરેશન લાયસન્સ મળ્યા તારીખથી (અરજદારે તેઓની અરજીમાં દર્શાવેલ દિવસો મુજબ મહત્તમ ૯૦ દિવસની મર્યાદામાં) ગણવાની રહેશે.
આમ, ઉપરની તમામ વિગતો ધ્યાને લેતાં ટેમ્પરરી મેળાના આયોજકોને સમયમર્યાદામાં નિયમાનુસાર લાયસન્સ મળી રહે તે માટે સંબંધિત જિલ્લા/શહેર ખાતેની લાયસન્સીંગ ઓથોરીટીએ જરૂર જણાયેથી ઉપર મુજબના સૂચનો ધ્યાને રાખી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી રૂલ્સ, ૨૦૨૪ માં જરૂરી સુધારા-વધારા કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.
વધુમાં અત્રેના ધ્યાન પર આવેલ છે કે ટેમ્પરરી મેળાઓના આયોજકો દ્વારા મેળાના લાયસન્સ મેળવવા માટે જરૂરી અરજી કર્યા વગર જ તેઓને લાયસન્સ મળતું ન હોવા અંગે રજૂઆતો કરવામાં આવે છે. જેથી મેળાનું આયોજન કરવા ઇચ્છા ધરાવતાં આયોજકોએ જે તે જિલ્લાઓ/શહેરો ખાતે અમલી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ સૈટી રૂલ્સ, ૨૦૨૪ મુજબ લાયસન્સ અંગેની અરજીઓ કરવાની રહેશે.(૬.૧૪)
(3:04 PM IST)










