<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રવિ રેસ્‍ટોરન્‍ટ- અમૃત સરિયા પંજાબી એન્‍ડ ચાઇનીઝમાંથી મંચુરિયન- ચટણી, પાસ્‍તા - પનીરનો અખાદ્ય ૨૭ કિલો જથ્‍થાનો નાશ

મનપાની ફુડ શાખા દ્વારા અયોધ્‍યા ચોક તથા વોકહાર્ટ હોસ્‍પીટલ પાછળ દરોડા : વાગડ ચોકડી સ્‍થિત બજરંગ ગાંઠીયા એન્‍ડ ભજીયામાંથી સંભારો તથા મીઠી ચટણીના નમુના લેવાયાઃ મંગળા મેઇન રોડ અને ભકિતનગર હોકર્સ ઝોનના ૧૨ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સૂચના

રાજકોટ તા.૧૮: શહેરના લોકોના સ્‍વાસ્‍થ્‍યને ચોમાસાની ઋતુમાં જાળવી રાખવા મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો- વેચાણકર્તાઓને ત્‍યાં ચેકીંગ કરવામાં આવી રહયું છે. સાથે જ નમુના લેવાની કાર્યવાહી તથા લાઇસન્‍સ અંગે સુચના આપવામાં આવી છે.

 મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ૧૫૦ રિંગ રોડ, અયોધ્‍યા ચોક, બંધન પાર્ટી પ્‍લોટ પાસે, મુકામે આવેલ ‘‘રવિ રેસ્‍ટોરેન્‍ટ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, પાસ્‍તા, બાફેલ શાકભાજી, સલાડ તથા પનીર વગેરે મળી આવતા કુલ મળીને ૧૯ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન યુનિ. રોડ, વોકહાર્ટ હોસ્‍પિટલ પાછળ, સત્‍યમ શિવમ એપાર્ટમેન્‍ટ મુકામે આવેલ ‘‘અમળત સરિયા પંજાબી & ચાઇનીઝ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, ચટણી તથા દાળ વગેરે મળી આવતા કુલ મળીને ૦૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. 

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન વાગડ ચોકડી, મવડી, રાજકોટ મુકામે આવેલ ‘‘બજરંગ ગાંઠિયા & ભજીયા'' પેઢીની તપાસ કરતા પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

 ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના મંગળા મેઇન રોડ તથા ભક્‍તિનગર હોકર્સ ઝોન વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૩૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં  જલારામ નમકીન, અંજલી પાન & કોલ્‍ડ્રિંક્‍સ, જલારામ પ્રોવિઝન સ્‍ટોર્સ, ઠાકર ફાસ્‍ટફૂડ, જરીયા પાન  & કોલ્‍ડ્રિંક્‍સ, ઉમિયાજી ફરસાણ, શ્રી નાથજી ગાંઠિયા હાઉસ, સાંઈનાથ ઘૂઘરા, મુન્ના કરિયાણા ભંડાર, રૂપારેલીયા નમકીન, શ્રી ક્રુષ્‍ણ ફરસાણ હાઉસ તથા આશાપુરા રસ ડીપોને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

સંભારો- ચટણીના નમુના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૨ નમૂના લેવામાં આવેલ જેમાં ગાંઠિયાનો સંભારો (લુઝ)  તથા મીઠી ચટણી (લુઝ) બજરંગ ગાંઠિયા ્રૂ ભજીયા, વાગડ ચોકડી, મવડી ખાતેથી સેમ્‍પલ લેવામાં આવેલ હતાં.

(3:17 PM IST)