<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

લાલપરી વિસ્‍તારના ૧૦૦ પરિવારોના મનપામાં ધામાઃ વૈકલ્‍પીક જગ્‍યા આપવા માંગ

વોર્ડનં.૪માં ટીપી-૧૪ના સાર્વજનિક પ્‍લોટ અને રોડ-રસ્‍તામાં કપાતમાં આવતી ૧૦૦ મિલકતોને નોટિસ અપાતા અસગ્રસ્‍તોની મેયરને રજૂઆત

 

રાજકોટ, તા., ૧૮ : શહેરના લાલપરી તળાવની આજુબાજુના વોર્ડ નં.૪ના વિસ્‍તારોની ટીપી સ્‍કીમ નંબર ૧૪ મજૂર થયા બાદ રોડ રસ્‍તાના કબજા લેવાની તેમજ સાર્વજનીક પ્‍લોટ ખાલી કરાવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં આઠથી વધુ સૂચીત તેમજ કાયદેસર સોસાયટીઓના મકાન કપાતમાં આવતા હોય ૧૦૦થી વધુ મકાનો તોડી પાડવા નોટિસ આપવામાં આવેલ.

આ અંગે અસરગ્રસ્‍તોએ નિયમ વિરૂધ્‍ધ કાર્યવાહી થતી હોવાનો અને નેતાઓ દ્વારા બેફામ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવે તે આક્ષેપો સાથે વૈકલ્‍પિક જગ્‍યા ફાળવવામાં આવે ત્‍યારબાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાય તેવી રજૂઆત મેયર નયનાબેન પેઢડીયાને કરી હતી.

અસગ્રસ્‍તોએ જણાવેલ કે અમારી જમીન રાજકોટ મહાનગરપાલિકાની પ્રારંભિક નગર રચના યોજના નં.૧૪ માં આવેલી છે. તે ટી.પી. સ્‍કીમ કયારે મંજૂર થયેલ છે. તેના જાહેરનામાની નકલ આપવા વિનંતી છે. કારણકે, અમોને આપની ઓફિસ માંથી કે શહેરી વિકાસ વિભાગની વેબ સાઇટ પર થી મળેલ નથી. જે આપવી જરૂૂરી છે. અમારી જમીન ૧૮ મીટરના ટી.પી.રોડમાં આવે છે તે કયાં આધારે જણાવો છો? તેના નકશા કે સર્વે માપણીના પાર્ટ પ્‍લાન આપેલ નથી. અમારું કાયદેસરનું બાંધકામ છે. ટી.પી.સ્‍કીમ ફાઇનલ કરતાં ટીપીઓએ કયારેય પણ અમોને સાંભળેલ નથી. કે જાણ કરેલ નથી. કે બોલાવેલ નથી.

આખી ટી.પી. નં.૧૪ માં અમલીકરણ હજુ થયેલ નથી રાજકોટ મહાનગર પાલિકાની ઘણી ટી.પી. મંજૂર થઈને અમલમાં છે. ત્‍યાં હજુ પણ અમલીકરણની કાર્યવાહી થયેલ નથી. જેથી આ જમીનમાં સ્‍કીમ મંજૂર થયાને ૩ માસના સમયમાં નોટિસ આપી .વૈકલ્‍પિક જમીન આપવાની વ્‍યવસ્‍થા કર્યા વગર જે રીતે તોડી પાડવાની  ઉતાવળ કરવામાં આવે છે. તેથી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. (૪.૩૬)

(3:36 PM IST)