<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

હોટલ સરોવર પોર્ટીકોમાં હવેથી ગુજરાતી અને કાઠીયાવાડી ભોજન પીરસવામાં આવશે

વઘારેલો રોટલો, લસણીયો રોટલો, વટાણા ખેરો, કાજુ કારેલા સહિતની વાનગીઓનો ભરમારઃ લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટી માટે ત્રણ-ત્રણ બેન્‍ક્‍વેટ હોલઃ પત્રકાર પરીષદમાં અપાયેલ વિગતો

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના સ્‍વાદ શોખીનોની સેવામાં સ્‍ટાર હોટલમાં સૌ પ્રથમ વખત હોટલ સરોવર પોર્ટિકો, લીમડા ચોક, રાજકોટ ખાતે શુદ્ધ અને સાત્‍વિક ટેસ્‍ટમાં બેસ્‍ટ ગુજરાતી, કાઠીયાવાડી ભોજન પીરસવામાં આવશે.

સ્‍વાદપ્રીય શોખીનોની સેવામાં સ્‍વાદિષ્‍ટ ગુજરાતી, કાઠિયાવાડી ભોજન તેની સાથો સાથ વઘારેલો રોટલો, લસણીયો રોટલો સહિત નવી ફૂડની આઈટમો પીરસવામાં આવશે. ચોખ્‍ખાઈ અને હાઈજનની લેવાતી કાળજી રેસ્‍ટોરન્‍ટ નવરંગરૂપ સાથે સ્‍વાદ શોખીનોની સેવામાં પ્રસ્‍તુત છે. હોટલ સરોવર પોર્ટિકોમાં ત્રણ બેન્‍કવેટ હોલ છે. જેમાં લગ્ન પ્રસંગ, કિટ્ટ પાર્ટી, બર્થડે પાર્ટી, માટે પણ બુકીંગ કરવામાં આવે છે. તેમ હોટલ સરોવર પોર્ટિકો મેનેજર શ્રી અભિષેક પાંડેજી તથા હોટલ સરોવર પોર્ટિકોના લાયઝન ઓફિસર શ્રી બિપીનભાઈ પોપટ આજે યોજાએલ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું.

હોટલ સરોવર પોર્ટિકો ઈન્‍ટરનેશલ હોટલ હોય, તેમાં એનઆરઆઈ ગેસ્‍ટ આવતા હોય તેમજ રાજકોટ સૌરાષ્‍ટ્રના સ્‍ટાર હોટલમાં રહેવાના ચાહકોનો પણ ખુબ જ આગ્રહ રહેલ કે હોટલ સરોવર પોર્ટિકોના રેસ્‍ટોરન્‍ટમાં ગુજરાતી, કાઠિયાવાડી ભોજન પીરસવા માટેનો અતિ આગ્રહને ધ્‍યાને લેવામાં આવેલ છે.

ગુજરાતી કાઠિયાવાડી સ્‍વાદ જે પરંપરા છે તેજ મુળ સ્‍વરૂપે જમાડવા માટે રેસ્‍ટોરન્‍ટ શરૂ કરી પહેલીવાર એસી રેસ્‍ટોરન્‍ટમાં જ બનેલું ઘી, રીંગણા, વટાણા ખેરો, આખી ડુંગળી, કાજુ કારેલા, વઘારેલો રોટલો, લસણિયો રોટલો જેવી ગુજરાતી, કાઠિયાવાડી ડીશ, દાળ ઢોકળી, વઘારેલી રોટલી, પાકાકેળાનું શાક, લસણ કાજુ, રસપાત્રાનું શાક, કારેલા મસાલા, કાજુ કારેલા, પંચરત્‍ન દાળ, ભરેલા મરચા, થાળીમાં અવનવા ફરસાણ, અવનવી મીઠાઈ અને કાઠિયાવાડી સબ્‍જીઓની ટેસ્‍ટિંગ. આ ઉપરાંત ગુજરાતી કાઠિયાવાડી, વગેરે વેરાયટીનો સ્‍વાદ અનેક પારંપરિક વાનગી શરૂ કરવામાં આવી રહી છે. જે વસ્‍તુ પરિવારના જમી શકે તે ક્‍યારેય ગ્રાહકનેના પીરસવું એ મહામંત્ર હોવાનું જણાવાયું છે.

કાઠિયાવાડની ભોજનની અદ્‌ભુત પરંપરાને ધ્‍યાને રાખવામાં આવે છે અને રાજકોટ સૌરાષ્‍ટ્રની સ્‍વાદપ્રિય જનતાને લાભ લેવા જણાવાયું છે. તસ્‍વીરમાં હોટલ સરોવર પોર્ટિકો મેનેજર શ્રી અભિષેક પાંડેજી તથા હોટલ સરોવર પોર્ટિકોના લાયઝન ઓફિસર શ્રી બિપીનભાઈ પોપટ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા

(3:36 PM IST)