News of Friday, 18th July 2025
ભુપેન્દ્રભાઇએ ફરી ખાડા પ્રશ્ને ઠપકો આપ્યોઃ કામ પુરા કરવામાં ધ્યાન આપવા તાકીદ
શહેરની ટ્રાફીક સમસ્યા તથા જકાત ગ્રાન્ટ વધારવા મનપા પદાધિકારીઓ તથા ભાજપ હોદેદારોની રજૂઆત

રાજકોટઃ તા.૧૮: ગઇકાલે મુખ્યમંત્રીનું તેડુ આવતા રાજકોટ સહિત સમગ્ર રાજયની મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ તથા શહેર ભાજપની ટીમ ગાંધીનગર પહોંચી હતી.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ ફરીથી રસ્તાના ખાડા અગાઉ પણ સીએમ દ્વારા લોકોને ખાડા-ખબડાથી પડતી હાલાકી તુરંત દુર કરવા તમામ કોર્પોરેશનમાં સૂચના આપવામાં આવી હતી.
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા,સ્ટે.ચેરમેન જયમીન ઠાકર,શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ,દંડક મનીષભાઇ રાડીયા તથા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે,મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા તથા અશ્વિનભાઇ મોલીયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મનપા પદાધિકારીઓ અને શહેર ભાજપ હોદેદારો દ્વારા ખાડા અંગે જણાવાયેલ કે, ખાડાના કામ ચાલી રહયા છે. રાજય સરકાર દ્વારા તેનું સીધુ મોનીટરીંગ પણ કરવામાં આવતું હોવાનું પણ જણાવ્યું હતું.
ઉપરાંત રાજકોટમાં ટ્રાફીક વધતા પ્રશ્નો પણ વધ્યા છે.જેથી સરકાર લેવલથી સૂચના આપવા પણ રજૂઆત કરી હતી.સાથે રાજય સરકારમાં જકાત ગ્રાન્ટ વધારા અંગે મોકલાયેલ ઠરાવને મંજુર કરવા પણ પદાધિકારીઓ-હોદેદારો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું.
(3:40 PM IST)










