તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
રાજકોટ રેવન્યુ બાર.એસો. દ્વારા ગેઝેટને અનુસંધાને ઉદ્ભવતા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદન પત્ર અપાયુ

રાજકોટ તા. ૧૮ :.. ગેઝેટને અનુસંધાને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજે રેવન્યુ બાર એસો. દ્વારા ગેઝેટ ઓફીસ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગેઝેટના અનુસંધાને જે પ્રશ્નો ઉદ્ભવે છે તેમાં (૧) છૂટાછેડાના કેસમાં ડીક્રી (હુકમનામુ) મળવા અંગે તેમજ (ર) ઇ-ગેઝેટની પ્રસિધ્ધમાં થતાં વિલંબ (૩) બિન જરૂરી કવેરી આપવા (૪) કર્મચારીઓની વતણુંક (પ) ઓફીસનું વાતાવરણ પબ્લીક સાથે ફ્રન્ડલી રાખવા સહિતના મુદાઓનું આવેદન પત્ર રેવન્યુ બાર એસો. દ્વારા ગુજરાત ગર્વમેન્ટ રાજકોટના મુખ્ય અધિકારી જે. આર. પટેલને આપીને રેવન્યુ બાર આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજે રજૂઆતો કરી છે.
આજના આવેદનમાં રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ કથીરિયા, સેક્રેટરી વિજયભાઇ તોગડીયા, નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિતભાઇ વોરા, ચંદ્રેશ પટેલ, વિમલ ડાંગર, નિશાબેન લુણાગરિયા, મોહિનીબેન ચાવડા, ભાર્ગેશ ખૂંટ, નરેશ પરસાણા, રાજેશ નસીત, ચંદ્રેશ સાકરીયા, કેતન મંડ, વિપુલ પટેલ, તુષાર સોનડાગરા, જયેશ પારખીયા, નિખિલ ઝાલાવાડીયા, રમેશ કાપડિયા, રવિ વણપરીયા, હિતેશ રાદડિયા, તુષાર ગોસ્વામી, પિયુષ સખીયા, નિશાબેન લુણાગરીયા, મોહિનીબેન ચાવડા જોડાયેલા હતા.(૬.૧પ)
(4:00 PM IST)










