<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

રોજગાર સંલગ્ન પ્રોત્‍સાહન યોજના હેઠળ પ્રથમવાર નોકરી મેળવનારને ૧૫૦૦૦ની સહાય

નોકરદારોને પણ ૩૦૦૦ સૂધીની માસિક આર્થિક સહાયઃ યોજનાનો લાભ લેવા EPFO રાજકોટ કચેરી દ્વારા અપીલ

રાજકોટ,તા.૧૯: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળ દ્વારા હમણાં જ મંજૂર કરવામાં આવેલી રોજગાર-સંલગ્ન પ્રોત્‍સાહન યોજના બેઠળ, EPFO કાર્યાલય રાજકોટ તથા તેના કાર્યક્ષેત્રમાં આવતા જામનગર, ગાંધીધામ-કચ્‍છ, સુરેન્‍દ્રનગર, જુનાગઢ જિલ્‍લાઓના તમામ નોકરદારો પારોથી આ મહત્‍વાકાંક્ષી યોજનામાં સક્રિય અને અસરકારક ભાગીદારી માટેની અપીલ કરે છે. આ યોજનાનો હેતુ માત્ર રોજગાર સર્જનને પ્રોત્‍સાહન આપવાનો નથી, પરંતુ ખાસ કરીને નિર્માણ ક્ષેત્રને ઉત્તેજન આપવાનો અને હજારો યુવાનોને અસંગઠિત ક્ષેત્રથી સંગઠિત ક્ષેત્રમાં લાવવાનો છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા અને ભવિષ્‍ય નિધિના લાભો સાથે જોડાઈ શકે.

આ યોજના કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર, મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને સરકારની વ્‍યાપક આર્થિક વ્‍યૂહરચના હેઠળ લાગુ કરવામાં આવી છે. આ દ્વારા પહેલી વાર નોકરી મેળવતા કર્મચારીઓને રૂ.૧૫,૦૦૦ સુધીની પ્રોત્‍સાહન રકમ બે કિસ્‍તોમાં આપવામાં આવશે, તથા નોકરદારોને દરેક નવા કર્મચારી માટે રૂ.૧,૦૦૦ થી રૂ.૩,૦૦૦ સુધીની માસિક આર્થિક પ્રોત્‍સાહન રકમ મળશે, નિર્માણ ક્ષેત્ર માટે આ પ્રોત્‍સાહન ચાર વર્ષ સુધી મળશે, જ્‍યારે અન્‍ય ક્ષેત્રોના નોકરદારોને બે વર્ષ માટે પ્રોત્‍સાહન રકમ આપવામાં આવશે. યોજના હેઠળ, ૫૦ થી ઓછા કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ ઓછામાં ઓછા બે નવા કર્મચારીઓને નિયુક્‍ત કરવા પડશે. અને ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ પાંચ કે તેથી વધુ નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.

રાજકોટ, જામનગર, ગાંધીધામ-કચ્‍છ, સુરેન્‍દ્રનગર અને જુનાગઢ જિલ્‍લાઓના ઔદ્યોગિક અને ઉત્‍પાદન કેન્‍દ્રોમાં મોટી સંખ્‍યામાં કર્મચારીઓ હજુ પણ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. આ યોજનાથી શક્‍ય બનશે કે આ કર્મચારીઓ સંગઠિત ક્ષેત્રમાં આવે, જેથી તેમને સામાજિક સુરક્ષા, પેન્‍શન અને ભવિષ્‍ય નિધિ જેવી સુવિધાઓ મળી શકે. આથી માત્ર કર્મચારીઓની જીવનગુણવત્તા સુધરશે જ નહીં, પરંતુ નોકરદારોને પણ કેન્‍દ્ર સરકાર તરફથી સીપી પ્રોત્‍સાહન રકમ મળશે, જે તેમની કામગીરી અને વિસ્‍તરણમાં મદદરૂપ થશે.

PFO રાજકોટના પ્રાદેશિક પ્રભારી, શ્રી સમીર કુમાર, RPFC-I (ફોન.નં.૦૨૮૧ ૨૫૭૮૦૪૪) એ તમામ નોકરદારો પાસે અપીલ કરી છે કે તેઓ આ યોજનાનો સંપૂર્ણ લાભ લે. તેમણે કહ્યું આ યોજના માત્ર રોજગારના અવસરો વધારશે જ નહીં, પરંતુ અમારા ક્ષેત્રના યુવાનોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનું મહત્‍વપૂર્ણ માધ્‍યમ પણ છે. રાજકોટ, જામનગર, ગાંધીધામ-કચ્‍છ, સુરેન્‍દ્રનગર અને જુનાગઢ જિલ્‍લાના ઉદ્યોગ જગતે આ અવસરનો લાભ લેવો જોઈએ અને નવા રોજગાર સર્જન માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. આથી માત્ર અમારા ઉદ્યોગોને મજબૂતાઈ મળશે જ નહીં, પરંતુ અમારા યુવાનો પણ સંગઠિત ક્ષેત્રની સુરક્ષા અને લાભો સાથે જોડાશે. EPFO સંપૂર્ણપણે તમારી સાથે છે અને દરેક સ્‍તરે સહયોગ પ્રદાન કરશે.

 

(3:47 PM IST)