<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

રાજકોટનો હિર ઝળકયોઃ ૩ નવા રેકોર્ડ સાથે ૪ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યાં

રાજયકક્ષાની સબ જૂનિયર અને જૂનિયર તરણ સ્‍પર્ધામાં

રાજકોટઃ અમદાવાદ ખાતે ગુજરાત સ્‍ટેટ એકવાટીક એશોસિએશનના નેજા હેઠળ પ૧ મી સબ-જુનિયર અને ૪૧ જુનિયર રાજયકક્ષાની તરણ સ્‍પર્ધામાં રાજકોટના હિર પિત્રોડાએ હીર ઝળકાવી ચાર ગોલ્‍ડ મેડલ મેળવી રાજયમાં ડંકો વગાડયો છે. હિર તેની ચાર ઇવેન્‍ટ પૈકી ત્રણ ઇવેન્‍ટમાં રાજયમાં નવો રેકર્ડ નોંધાવ્‍યો છે. જેમાં પોતાના જ બે જૂના રેકોર્ડ તોડી નવો કિર્તિમાન રેકોર્ડ નોંધાવ્‍યો છે. હિર પિત્રોડાએ પ૦ મી. ફ્રિ સ્‍ટાઇલ ઇવેન્‍ટ ર૩.૯૬માં પૂરી કરી ગોલ્‍ડ, ૧૦૦ મી. ફ્રિ સ્‍ટાઇલ પ૩.૯ માં પૂરી ગોલ્‍ડ, ૧૦૦ મી. બટરફલાય પ૮.૬૦ માં પૂર્ણ કરી ગોલ્‍ડ અને પ૦ મી. બટરફલાય રપ.૬૦ માં પૂર્ણ કરી ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે. કોચ બંકિમ જોષીએ જણાવ્‍યું કે, અગાઉ પ૦ મી. બટરફલાય અને ફ્રિ સ્‍ટાઇલ ઇવેન્‍ટમાં હિરના નામે જ રેકોર્ડ હતો. જયારે ૧૦૦ મી. ફ્રિ સ્‍ટાઇલનો રેકોર્ડ અમદાવાદના રૂત્‍વિક ભટ્ટના નામે હતો. દિલ્‍હી કેન્‍દ્રિય વિદ્યાલયમાં અભ્‍યાસ કરતા હિર પિત્રોડાનીવધુ એક સિધ્‍ધિ બદલ રાજકોટ ડિસ્‍ટ્રિકટ સ્‍વિમિંગ એસો. એ શુભેચ્‍છા પાઠવી છે. 

(2:25 PM IST)