<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

લોકમેળાને હજુ રપ દિવસની વાર છે.. નાની ચકરડીવાળાને અત્‍યારથી હેરાન કરોમાં: લોકમેળામાં સમાવેશ કરો

કોંગ્રેસને સાથે રાખી ચકરડીવાળાનું કલેકટરને આવેદનઃ સાહેબ આપના હુકમથી કોર્પોરેશન મેદાન ખાલી કરાવે છે!!

 

રાજકોટ, તા. ૧૯: શહેર કોંગ્રેસે દેખાવો-સુત્રોચ્‍ચાર સાથે અને રેસકોર્ષમાં ઉભા રહેતા નાના ચકરડીવાળા સાથે કલેકટરને આવેદન પાઠવી રેસકોર્સમાં ઊભા રહેતા ચકરડી વાળા ને લોકમેળામાં સમાવેશ કરવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉર્મેયુ હતું કે, રાજકોટમાં લોકમેળા અંગે ની પ્રક્રિયા ચાલુ છે અને હજુ મેળાને એકાદ માસ જેટલો સમય બાકી હોવા છતાં રેસકોર્સના ગ્રાઉન્‍ડમાં છેલ્લા ૨૦ વર્ષોથી પોતાની ચકરડિયો, નાની રાઈડ સાથે રોજી રોટી કમાતા ગરીબ પરિવારના લોકોને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ ધાક ધમકી આપી જગ્‍યા ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે. અગાઉ આ પરિવારો પાસેથી રાજકોટ મહાનગરપાલિકા હોકર્સ ઝોનનું નિયમ મુજબનું ભાડું પણ વસૂલતી હતી જે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજુદ છે.

એક સમય આગામી લોકમેળો થશે કે કેમ તે એક પ્રશ્ન હતો ત્‍યારે રાજ્‍યના મુખ્‍યમંત્રી દ્વારા એસઓપીમાં છૂટછાટ અપાતા મોટા રાઇડસ વગર થનારો મેળો હવે મોટા રાઇડ સાથે થશે ત્‍યારે રાજ્‍યના મુખ્‍યમંત્રીએ જે અભિગમ અપનાવ્‍યો છે તે અભિગમ રાજકોટ જિલ્લા કલેકટર અપનાવી આ ગરીબ પરિવારો માટે જે કાંઈ થોડી ઘણી છૂટછાટો મળવી જોઈએ તે તેમને પણ મળે અને તેમને સાતમ આઠમ જેવા પવિત્ર તહેવારોમાં પોતાની રોજી રોટી મળી રહે તે માટે હકારાત્‍મક વલણ અપનાવી યોગ્‍ય કાર્યવાહી કરવી ઘટે.

અમારી જાણ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ પ્રકારનું કળત્‍ય આપના કહેવાથી રેસકોર્સની જગ્‍યા તાત્‍કાલિક ખાલી કરવા આદેશ કરવામાં આવ્‍યો છે તો આપની જાણ માટે કે અત્‍યાર સુધીના વર્ષોના રેકોર્ડ પર મેળાના ચાર કે પાંચ દિવસ અગાઉ આ ગ્રાઉન્‍ડ ખાલી કરાવાતું હોય છે જ્‍યારે હાલ એક મહિના વહેલા લાંબો સમય પહેલા ગ્રાઉન્‍ડ ખાલી કરાવવામાં કોનુ હિત સમાયેલું છે. આ મેદાનમાં ઊભા રહેનારા તમામ ચકરડી વાળાઓની બેઠક કરી અને નજીવા ચાર્જ સાથે તેઓને લોકમેળામાં રોજગાર મળી રહે તે હેતુને ધ્‍યાનમાં લઇ ધંધો કરવાની છૂટ મળે તેવી અમારી અપીલ છે. આવેદન દવામાં રાજદિપસિંહ જાડેજા, અતુલભાઇ રાજાણી, નરેન્‍દ્ર સોલંકી, જશવંતસિંહ ભટ્ટી, આદિત્‍ય ગોહીલ અને અન્‍યો જોડાયા હતા.(૬.૧ર)

(2:33 PM IST)