<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

રતનપર ખાતે રાજકોટ મહિલા પોલીસની શી ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ મોરબી રોડ પર રતનપર ગામે આવેલા વાત્‍સલ્‍ય વીરબાઇ અનાથ આશ્રમ ખાતે રાજકોટ મહિલા પોલીસની શી ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને ગૂડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ, મહિલા પોલીસ સ્‍ટેશનની કામગીરીની સમજ અપાઇ હતી. તેમજ અવાવરૂ સ્‍થળે એકલા ન જવા, બાળકોને વ્‍યસનથી દૂર રાખવા, સેલ્‍ફ ડિફેન્‍સ, શી ટીમની કામગીરી, ૧૦૦ નંબર, ૧૮૧ હેલ્‍પલાઇન, ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇનની માહિતી પણ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર. એસ. બારીયા અને પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં શી ટીમના ઇન્‍ચાર્જ કોકીલાબેન સોલંકી, કુંજબેન સહિતે આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો. (૧૪.૮)

(2:36 PM IST)