તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 19th July 2025
૪ ચોરાઉ ફોન સાથે એઝાઝને એ-ડિવીઝન પોલીસે પકડયો
હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાની બાતમીઃ આલાભાઇના ભઠ્ઠા પાસેથી શખ્સ સકંજામાં

રાજકોટ તા. ૧૯: ચોરીના બનાવો અટકાવવા અને આવા ગુના શોધી કાઢવા એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. સાગરભાઇ માવદીયા અને કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી પરથી એક શખ્સને થેલીમાં ચાર મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. આ ફોન તેણે ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.
પોલીસની પુછતાછમાં શખ્સે પોતાનું નામ એઝાઝ હસનભાઇ લીંગડીયા (ઉ.વ.૨૨-રહે. ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ, મુળ જુનાગઢ દાતાર રોડ) જણાવ્યું હતું. તેની પાસેથી ૧૦-૧૦ હજારના કેસરી રંગના બે વીવો ફોન, ૧૦ હજારનો રીયલમી કાળા કલરનો અને ૮ હજારનો ટેક્નોલોવા સિલ્વર કકલરનો ફોન મળ્યો હતો. ૩૮હ જારના આ ફોન તેની પાસે ક્યાંથી આવ્યા? તેની વધુ તપાસ થઇ રહી છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એસ. એમ. મકવાણા, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, ધારાભાઇ વનારીયા, સાગરભાઇ માવદીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાએ આલાભાઇના ભઠ્ઠા પાસેથી આ શખ્સને પકડી લીધો હતો.
(2:37 PM IST)










