<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ચામુંડા નગરમાં ૨૪ વર્ષિય કેતન પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાત

બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: મોલમાં નોકરી કરતાં યુવાનના આ પગલા પાછળનું કારણ અકળઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: ચંદ્રેશનગર રોડ માયાણી નગરના ક્‍વાર્ટર પાછળ ચામુંડાનગર-૧માં રહેતાં કેતનભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૪) નામના યુવાને પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતીે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી કરીશ્‍માબેન મારફત થતાં કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ પીએસઆઇ ડી. આર. રત્‍નુએ જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્‍સ. આર. એ. ચાવડાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કેતનભાઇના બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તે મોલમાં મેઇન્‍ટેનન્‍સ વિભાગમા નોકરી કરતાં હતાં. તેના પત્‍નિ પણ પ્રાઇવેટ નોકરી કરે છે. પત્‍નિ નોકરી પર હતાં ત્‍યારે સાંજે કેતનભાઇએ કોઇ કારણોસર પગલુ ભરી લીધુ હતું. કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.

(3:41 PM IST)