<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ડોકટર અને હોસ્‍પિટલની બેદરકારીથી યુવકનું મોત નીપજતા કન્‍ઝયુમર કોર્ટે ફટકારી નોટીસ-૯૮ લાખ વળતરની ફરિયાદ

રાજકોટ તા. ર૧: રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારક આયોગ (અધિક) સમક્ષ હોમિયોપેથી પ્રેક્‍ટિસ કરતા ડોક્‍ટર અને હોસ્‍પિટલની ભેદરકારીથી યુવાનના મળત્‍યુ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ ફરિયાદ હેઠળ રૂપિયા ૯૮ લાખ વળતર માંગવામાં આવેલ છે.

ફરિયાદી દ્વારા તબીબી બેદરકારીના આક્ષેપ સાથે ફરિયાદમાં જણાવેલ વિગતો પ્રમાણે ગુજરનાર યુવાનનું નામ યશભાઈ પ્રફુલભાઈ ખખ્‍ખર હતું. તેઓ બીઝટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદ ખાતે નોકરી કરતા હતા. પરંતુ એમનો પરિવાર રાજકોટમાં રહેતો હોય ગત વર્ષે જન્‍માષ્ટમીની રજામાં રાજકોટ આવેલ હતા. તારીખ ૨૮/૮/૨૦૨૪ ના રોજ ગુજરનારને તબિયતમાં અસંતુલન અને નબળાઈ લાગતા રેલ નગરમાં પોતાના નિવાસ સ્‍થાનની નજીકમાં આવેલ ડોક્‍ટર એસ.જે.પાનેલીયાના શ્રીજી ક્‍લિનિકમાં ગયા હતા.

ડોક્‍ટર એસ.જે.પાનેલીયા હોમિયોપેથી પ્રેક્‍ટિસનર તરીકે પ્રેક્‍ટિસ કરે છે અને શ્રીજી ક્‍લિનિક નામે પોતાનું ક્‍લિનિક ચલાવે છે. આમ છતાં તેઓ એલોપેથી ટ્રીટમેન્‍ટ પણ કરે છે.

ડોક્‍ટર એસ.જે.પાનેલીયાએ યોગ્‍ય અને પુખ્‍ત નિદાન કર્યાં વગર કોઇ દવાનો બાટલો ચડાવી દેતા દર્દી યશ ભાઈને ઠંડી ચડી હતી, ધ્રુજારી ઉપડી ગઈ હતી.

પલ્‍સ હોસ્‍પિટલે યોગ્‍ય અને અનિવાર્ય એવી તાત્‍કાલિક સારવાર આપવાને બદલે દર્દીને બ્રેઈનનું એમ.આર.આઈ કરવાની જરૂર છે તેથી અન્‍ય હોસ્‍પિટલમાં લઈ જવા કહ્યું હતું. આમ ડોક્‍ટર એસ.જે.પાનેલીયા અને પલ્‍સ હોસ્‍પિટલ ની ફેકા ફેંકી થી હતપ્રભ બની ગયેલ યશના પરિવારજનો દ્વારા યશભાઈને સિવિલ હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા ત્‍યાંથી બાલાજી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા જ્‍યા બાલાજી હોસ્‍પિટલે યશભાઈને તપાસ કરતા મળત્‍યુ પામેલ. હોવાનું જાહેર કરેલ હતું. પરિણામે યશભાઈની બોડી સિવિલ હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને તેનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું હતું.

આમ ડોક્‍ટર એસ.જે.પાનેલીયા તથા પલ્‍સ હોસ્‍પિટલની તબીબી બેદરકારીને કારણે જુવાનજોધ દીકરો ગુમાવનાર પ્રફુલભાઈ ખખર દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, ફરિયાદના કામે પોલીસ પેપર, પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ, ગુજરનાર યશભાઈની સેલરી સ્‍લીપ, આઇ ટી રિટર્ન સહિતના દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ કરીને રૂપિયા ૯૮ લાખનું વળતર અપાવવા માંગણી કરેલ છે. ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ લેવામાં આવેલ છે અને ડોક્‍ટર એસ.જે.પાનેલીયા તથા પલ્‍સ મલ્‍ટીસ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલને નોટિસ ફટકારવામાં આવેલ છે. આ કામમા ફરિયાદી વતી કન્‍ઝ્‍યુમર કાયદાના નિષ્‍ણાંત એડવોકેટ ગજેન્‍દ્ર જાની, રાજેશ દલ, કૈલાશ જાની, જતીન ભટ્ટ, મહેશ જોષી, નીલેશ દવે, રીતુ પરમાર રોકાયેલ છે.

 

(11:52 AM IST)