તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ગેરેજવાળાને કાર સાઇડમાં લેવાનું કહેતાં આશિક ચોૈહાણ પર પાંચનો હુમલોઃ ગાડી માથે ચડાવી દેવાની પણ ધમકી
યુવાનને છોડાવવા વચ્ચે પડેલા માતા, ભાભી, ભાઇને પણ ઢીકાપાટુનો મારઃ મોટા મવા કટારીયા ચોકડી સરકારી સ્કૂલ પાસે બનાવઃ યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો :ગેરેજ સંચાલકને ફોન કરી ઘટનાની જાણ કરતાં તેણે પણ ગાળો દઇ થાય તે કરી લેવા ધમકી દીધી

રાજકોટ તા. ૨૧: મોટા મવા કટારીયા ચોકડી સરકારી સ્કૂલ પાસે રહેતાં યુવાનને શેરીના ખુણે આવેલા ગેરેજ બહાર રોડની વચ્ચોવચ્ચ ત્રણ ચાર કાર પાર્ક કરવામાં આવી હોઇ ગેરેજમાં હાજર શખ્સોને કાર સાઇડમાં રાખવાનું કહેતાં એક શખ્સે હમણા લઇ લઇએ છીએ કહીને પછી કાર ન લેતાં આ યુવાને ફરીથી તેને કાર નડતરરૂપ છે તેવું કહેતાં પાંચ જણાએ મળી તેને ગાળો દઇ માર માર્યો હતો. માતા, ભાભી, ભાઇ વચ્ચે પડતાં તેને પણ આ લોકોને ઢીકાપાટુ મારી લીધા હતાં અને ગાડી માથે ચડાવી મારી નાખવાની તેમજ મકાન પડાવી નાંખવાની ધમકી દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મોટા મવા કટારીયા ચોકડી સરકારી સ્કૂલના ઢાળીયા પાસે રહેતાં આશીકભાઇ અમૃતભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી દિગ્વીજયસિંહ ડોડીયા, મહિજીતસિંહ ચુડાસમા, અમન ગુપ્તા, અભય ગુપ્તા, હર્ષલ રાઠોડ અને મયુર ઠુંગા વિરૂધ્ધ રાયોટીંગ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આશીકભાઇ ચોૈહાણ પરિવારમાં માતા, બે ભાઇ સાથે રહે છે અને તબેલામાં મજૂરી કરે છે. આશીકભાઇએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે પાંચેક વાગ્યે હું ઘરેથી ટુવ્હીલર લઇને કણકોટ ગામે દૂધ લેવા ગયો હતો. દૂદ લઇને સાંજે છએક વાગ્યે ઘરે આવતો હતો ત્યારે કટારીયા ચોકડીથી અમારી શેરી તરફ જતો હતો ત્યારે શેરીમાં ફોરવ્હીલરનું ગેરેજ હોઇ તે ગેરેજ પાસે ત્રણ ચાર કાર પડી હોઇ આવવા જવામાં તકલીફ પડતી હોવાથી મેં ગેરેજવાળા ભાઇને આ ગાડીઓ શેરીમાં વચ્ચે હોઇ સાઇડમાં રાખવાનું કહ્યું હતું. જેથી એક ભાઇ બહાર આવેલ અને મને કહેલુ કે અમે ખટારાની બેટરીના છેડા દઇને હમણા જ આ ગાડી લઇ લેશું તેમ કહ્યું હતું.
બાદમાં કોઇ ગાડી લેવા ન આવતાં મેં ફરીથી કહેલુ કે ગાડી રસ્તામાં નડતરરૂપ બને છે તેમ કહેતાં બીજો એક શખ્સ બહાર આવેલ અને કહેલું કે અમે દરબાર છીએ તુંકારો કેમ દીધો? કહી ઝઘડો ચાલુ કર્યો હતો. ત્યા બીજા ત્રણ જણા બહાર આવ્યા હતાં. બાદમાં આ ચારેયએ મળીને હુમલો કરી મને મારકુટ કરી હતી. દેકારો થતાં મારા માતા મંજુલાબેન, ભાભી રીટાબેન અને મારા ભાઇ રાજેશભાઇ તેમજ મારા પત્નિ નિમીષા સહિતના દોડી આવ્યા હતાં. એ દરમિયાન વધુ એક અજાણ્યો શખ્સ દોડી આવ્યો હતો અને મને મારા ભાભી, માતા છોડાવતા હોઇ તેમને પણ આ શખ્સે ઢીકાપાટુ મારી લીધા હતાં.
તેમજ આ શખ્સોએ ધમકી આપી હતી કે ગાડી માથે ચડાવીને તમને મારી નાંખશું. છેલ્લા બે વર્ષથી આ લોકોને હું અ ોળખુ છું. તેણે અમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી અમારુ મકાન પડાવી નાખવાની ધમકી પણ આપતાં મેં પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી અને ઝઘડો કરનારા પાંચેયને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. પોલીસની પુછપરછમાં આ શખ્સોએ પોતાના નામ દિગ્વીજયસિંહ ડોડીયા, મહિજીતસિહં ચુડાસમા, અમન ગુપ્તા, અભય ગુપ્તા અને હર્ષલ રાઠોડ જણાવ્યું હતું. મેં માથાકુટ થઇ ત્યારે ગેરેજના માલિક મયુર ઠુંગા કે જે અમારા ગામના હોઇ તેને ફોન કરતાં તેણે પણ ફોનમાં મને ગાળો દઇ તારાથી જે થાય તે કરી લેજે કહી ધમકી આપી હોઇ છએય વિરૂધ્ધ મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં આશિકભાઇએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધતા વધુ તપાસ એસીપીશ્રીએ હાથ ધરી છે.
(2:06 PM IST)










