News of Monday, 21st July 2025
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જયના નારા સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ
વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ૨૦૨૫ ના મધ્યસ્થી કાર્યાલયના ઉદ્ધાટનમાં જોવા મળ્યો તમામ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને જોશ

રાજકોટઃ વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ૨૦૨૫ના કાર્યાલય (યાજ્ઞિક રોડ, ગેસ્ફર્ડ સિનેમા સામે, માલવિયા ચોક પાસે)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના મંત્રી શ્રી પરેશભાઈ રૂપારેલીયા મહોત્સવ દરમિયાન થનાર વિવિધ પેટા કાર્યક્રમમો તથા શોભાયાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી તથા જન્માષ્ટમી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સામાજિક ઉત્સવ પણ છે જે હિન્દુ સમાજને સંગઠિત તથા સમરસ થવાનો અવસર આપે છે તેમ કહ્યું હતું. તથા તમામ કાર્યકર્તાઓને સંગઠિત થઈને યોજનાપૂર્વક કામે લાગી જવા આહવાન કર્યું હતું. ત્યારબાદ આઇએસએસ સેવા ભારતી ના પ્રાંત સેવા પ્રમુખ નરેન્દ્ર ભાઈ દવે એ તેમના ઉદબોધનમાં સમાજને સંગઠિત તથા સમરસ કરવા માટે પ્રેરણા રૂપી વાતો કરી હતી તથા સંઘના ૧૦૦ વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન ના વિષયો જેમકે ૧. કુટુંબ પ્રબોધન, ૨. નાગરિક કર્તવ્ય, ૩. સામાજિક સમરસતા, ૪. પર્યાવરણ, ૫. સ્વદેશી ની વિસ્તૃત માહિતી આપી હતી.
મહંત યતીશ્રી બ્રહ્મદેવજી મહારાજ (ગુરુજી મામાજી) ગુરુદત્ત ગિરનારી આશ્રમ કુવાડવાના હસ્તે દીપ પ્રાગટ્ય, ઉદ્ધાટન અને શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જયઘોશ કરવામાં આવ્યો હતો.
રાજ્યસભા ના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા એ તેમના ઉદબોધનમાં હિન્દુ સમાજને જાગૃત તથા સંગઠિત થવા માટે આહવાન કર્યું હતું જન્માષ્ટમી મહોત્સવમાં સમાજના તમામ વર્ગો, સંસ્થાઓ, અગ્રણીઓ, વગેરેને જોડાવા માટે અનુરોધ કર્યો હતો.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના સહમંત્રી વિનય કારિયાએ ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો, અગ્રણીઓ તથા વિહીપના પ્રાંત, વિભાગ તથા જિલ્લાના તમામ અધિકારીઓનો પરિચય આપ્યો હતો તથા શબ્દિક સ્વાગત કર્યુ હતુ. જેમાં માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, અશોકભાઈ ચંદારાણા, મનીષભાઈ બેચરા, શાંતુભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતિશભાઈ કથીરિયા, કૃણાલભાઈ વ્યાસ, અશોકભાઈ મકવાણા તથા ભાજપના ઉપસ્થિત આગેવાનો ડો. માધવ દવે, નેહલભાઈ શુક્લ, સુરેશભાઈ પરમાર, કિરણબેન માકડીયા, વિજયભાઇ કારીયા, પૂર્વ ડેપ્યુટી મેયર જશુમતીબેન વસાણી, કિસાન સંઘના બચુભાઈ ધામી, અન્ય અગ્રણીઓ લલિતભાઈ વડેરીયા, હરીશભાઈ શાહ, વિનુભાઈ પરમાર, ડો. મનીષ ગોસાઈ, વિક્રમસિહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, જયંતીભાઇ પટેલ, પ્રવિણભાઇ કાનાબાર, અરુણભાઇ નિર્મળ, ચમનભાઇ સિધવ, ગુણુભાઇ ભટ્ટ, ભાવનાબેન કલોલા, વિહિપ રાજકોટ વિભાગના ઉપસ્થિત અધિકારી મીતાબેન સોમૈયા, અશ્વિનભાઈ ગોસાઈ, વિહિપ ના ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષ અને મંત્રી અધિકારીઓ વિનય કારિયા, ભાવેશ લાઠીયા, રવિન્દ્ર બડગુજર, રાહુલ જાની, સુશીલ પાંભર, આલાપ બારાઈ તથા જન્માષ્ટમી કાર્યાલય મંત્રી રાજુભાઈ ઉમરાણીયા, દિલીપભાઈ દવે, પંકજભાઈ તાવિયા વગેરે નો સમાવેશ થાય છે. વિહિપ ના મનિષ વડેરિયાએ જણાવ્યુ હતુ કે શુત્ર સ્પર્ધા તથા ગોપી કિશન સ્પર્ધા ની તારિખ ની ઘોષણા પણ ટુંક સમયમાજ કરવામા આવશે.
વિહિપ રાજકોટ મહાનગર ના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયા તથા સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા એ તેઓના ઉદબોધનમા વર્તમાન દુષણો જેવા કે લવજેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવા ષડયંત્રને સમાજમાંથી ઉખેડી ફેકવા માટે તમામ સનાતનની સમાજને સંગઠિત થવા આહવાન કર્યું હતું તથા હિન્દુ સમાજની કોઈપણ પ્રકારની સમસ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન હંમેશને માટે અડીખમ સાથે ઉભું રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું.
અંતમાં મહંત યતી શ્રી ગુરુજી મામાજી એ આશિર્વચન આપ્યા હતા. જેમા તેમણે હિદુ સમજ ને જાગ્રુત થવા ઉપરાંત સંગઠિત થવા અને હિદુ સમાજને સુશિક્ષિત કરવા પ્રેરીત કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પારંપરિક જયઘોષ સાથે ઉદ્ધાટન સમારોહ સંપન્ન થયો હતો.
(2:22 PM IST)










