તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
કલેકટર તંત્ર-રાઇડ માલિકો વચ્ચે સુખદ નિવારણ આવતા બપોર સુધીમાં ધડાધડ ૧૯૦ ફોર્મ ઉપડયાઃ તડામાર તૈયારીઓ
પરત કરવાનો સમય ૪ દિવસનો અપાયો છેઃ ૨૬ મીથી ડ્રો હરરાજી પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થવામાં

રાજકોટઃતા.૨૧: રેસકોર્ષ ખાતે યોજાનાર લોકમેળામાં તંત્ર-રાઇડ-માલીકો વચ્ચે સમાધાન થતા આજે બપોરે ૨ સુધીમાં ધડાધડ ફોર્મ ઉપડયા હતા,ત્યારે૨સુધીમાં ૭૯૦ ફોર્મ ગયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
લોકમેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. શનિવારે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ અને લોકમેળા સમિતિના સભ્યો સાથે રાઇડ્સ સંચાલકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાઇડ્સ સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવેલા કડક SOP સંબંધિત પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તંત્ર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે સહમતિ સધાતા, હવે રાઇડ્સ સંચાલકોએ ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરના ૨ વાગ્યા સુધીમાં રાઇડ્સ સંચાલકો સહિત ૧૯૦ જેટલા ફોર્મ ધડાધડ ઉપડી ગયા હતા. તંત્રને આશા છે કે ગઈકાલ સુધીમાં તમામ ફોર્મ ઉપડી જશે. ફોર્મ ભરીને પરત જમા કરાવવા માટે ત્રણથી ચાર દિવસનો સમય આપવામાં આવ્યો છે.
બીજી તરફ, લોકમેળા સમિતિ દ્વારા મંડપ, લાઇટ ડેકોરેશન, જાહેરખબર, કેમેરા સહિતના પાંચ જેટલા ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મેદાન સમતળ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. મેળા દરમિયાન વરસાદ આવે તેવી સ્થિતિમાં પાણીના નિકાલ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, મેળા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વીમો લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે મેળામાં આવતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
(3:57 PM IST)










