તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
સીટી બસે વધુ એક અકસ્માત સર્જ્યોઃ ગેલેક્સી ટોકીઝ પાસે વૃધ્ધને ફંગોળ્યા
લક્ષ્મીવાડીમાંથી શ્રોફ રોડ પર સગાને ત્યાં અંતિમવિધીમાં જઇ રહેલા ૮૩ વર્ષના લાભશંકરભાઇ ટુવ્હીલર સહિત ફેંકાઇ જતાં ઇજા

રાજકોટ તા. ૨૧: શહેરમાં વધુ એક વખત સીટી બસે અકસ્માત સર્જયો છે. જેમાં રેસકોર્ષ રીંગય રોડ પર એક્ટીવાને ઠોકરે લઇ બસનો ચાલક ભાગી જતાં એક્ટીવાચાલક વૃધ્ધને ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ લક્ષ્મીવાડી કુવાવાળી ખોડિયાર મંદિર પાસે બ્લોક નં. ૨૩/૧૮૩માં રહેતાં લાભશંકરભાઇ વાલજીભાઇ ધાધીયા (ઉ.વ.૮૩) એક્ટીવા હંકારી ઘરેથી શ્રોફ રોડ પર રહેતાં સગાને ત્યાં અંતિમવિધીમાં જતાં હતાં ત્યારે રેસકોર્ષ રીંગ રોડ ગેલેક્સી સિનેમા નજીક સીટી બસના ચાલકે એક્ટીવા સહિત ઉલાળી દીધા હતાં. તેમને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. વૃધ્ધ હાલ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અકસ્માત સર્જી બસચાલક જતો રહ્યો હોવાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. (૧૪.૧૧)
(3:03 PM IST)










