<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ પાસે ચાર કાર અને ખાનગી બસ વચ્‍ચે અકસ્‍માતઃ ટ્રાફિકજામ

રાજકોટઃ શહેરમાં રવિવારની રાતે કોટેચો ચોકથી મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ તરફના રસ્‍તા પર એક પછી એક ચાર કાર અને પાછળ ખાનગી બસ અથડાતાં વાહનોમાં નુકસાન થયું હતું. તેમજ આ અકસ્‍માતને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્‍માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને પોલીસ દોડી ગઇ હતી. બસ અમદાવાદ તરફ જતી હોઇ તેમાં બેઠેલા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. અમુકને અમદાવાદથી ફલાઇટ પકડવાની હોઇ અન્‍ય વાહનની વ્‍યવસ્‍થા કરી રવાના થવું પડયું હતું. તસ્‍વીરમાં અકસ્‍માતને પગલે સર્જાયેલા દ્રશ્‍યો જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા)

(3:18 PM IST)