<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ઇલેશ ખેર જામીન મુકત થતા મનપામાં હાજરી પુરી

રાજકોટ તા.૨૧: ગત વર્ષે શહેરના કાલાવડ રોડ સ્‍થિત ટીઆરપી ગેમઝોનમાં આગની ગોઝારી ઘટના બની હતી. જેમાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. આ ઘટનામાં તુરંત જવાબદારી ફિકસ કરી મનપા અધિકારીઓ, જગ્‍યાના માલીક,સંચાલકની ઘરપકડ પણ કરવામાં આવી હતી.

ત્‍યારે મનપાના ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેરને ગત અઠવાડિયે સુપ્રીમમાંથી જામીન મળ્‍યા હતા. તેઓ આજે મનપા કચેરી ખાતે આવી નિયમ મુજબ રજીસ્‍ટરમાં હાજરી પુરી હતી ત્‍યારની તસવીર

(4:13 PM IST)