તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
તાવના ૧૦ર૮ દર્દી : ડેન્ગ્યુ-ટાઇફોઇડ-કમળાના ૭ કેસ
ચોમાસામાં રોગચાળો વધ્યોઃ ગત અઠવાડીયા કરતા શહેરમાં આ અઠવાડીયામાં દર્દીની સંખ્યામાં વધારો :તંત્રનો ૪૦૦૭૦ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૨૮૭ને નોટીસ : કુલ રપ લોકોને ૧૩ હજારનો દંડ

રાજકોટ, તા.,૨૧: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યા છે.
ગત અઠવાડીયે ૧૮૦૦ જેટલા દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે આ સપ્તાહે ૨૧૦૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૨ કેસ નોંધાયો છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૪ થી ૨૦ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ર કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૨૧૧૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૬૨ તેમજ સામાન્ય તાવના ૧૦૨૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૨૪, ટાઇફોડના ૨ તથા કમળાના ૩ સહિત કુલ ૧૨૧૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૦૯૦૨ તેમજ સામાન્ય તાવના ૨૧૭૧૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૫૭૮૦ તથા ટાઇફોડનો ૬૦ તેમજ કમળાના ૮૩ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ
૨૮૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૦૦૭૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૬૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૨૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૮૭ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે રપ લોકો પાસેથી ૧૩,૩૦૦નો ચાર્જ વસુલાયો હતો.
(3:31 PM IST)










