તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રસ્તા-બાંધકામ પ્લાન સહિતના મુદ્દે સટાસટીઃ તંત્ર કામ ન કરતું હોવાની રાવ
શહેરના પ્રભારી મંત્રી રાઘવજીભાઇની હાજરીમાં મળેલ બેઠકમાં ભારે ગરમા-ગરમી :બોર્ડમાં કોર્પોરેટર કહે છે બધે ખાડા નથી પણ સમીક્ષા બેઠકમાં સાંસદ-ધારાસભ્યો તથા નગર સેવકોની સહિતનાની ખાડા પ્રશ્નો ધબધબાટી

રાજકોટઃતા.૨૧,મનપામાં ગઇકાલે શહેરના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદો,ધારાસભ્યો, કોર્પોરેટરો તથા મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ હાજર રહયા હતા, હજુ શનિવારે જ મળેલ જનરલ બોર્ડમાં શાસક પક્ષ દ્વારા ખાડા ન હોવાની વાત કરાયાના ર૪ કલાકમાં જ ભાજપના સાંસદો-ધારાસભ્યોએ રોડ-રસ્તા-ખાડાના પ્રશ્નો પ્રભારી મંત્રી સામે રજૂ કરતા નગરસેવકોએ પણ તેમાં સુર પુરાવતા આヘર્ય સર્જાયું હતું. ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તંત્ર કામ નકરતું હોવાની ફરિયાદ પણ રાઘવજીભાઇને કરવામાં આવી હતી.
મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચરી ખાતે માનનીય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા, બ્રિજ તેમજ અન્ય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, સાસંદ સભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી, હર્ષદ પટેલ,મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનઓ, કોર્પોરેટરશ્રીઓ, મનપાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાંપ્રભારી મંત્રી રાદ્યવજીભાઈ પટેલએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુચના અનુસાર હાલ રાજયમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોના પ્રશ્નોનો યુધ્ધના ધોરણે નિકાલ થાય તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સરકારશ્રી આ બાબતે સમયાંતરે સમીક્ષા કરી રહી છે. રાજકોટમાં પણ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, જર્જરિત ઈમારતો વગેરે બાબતો અંગે ગંભીરતા પૂર્વક કામગીરી થઇ રહી છે અને ભવિષ્યમાં પણ બનતી ત્વરાએ લોકપ્રશ્નોનું નિરાકરણ થતું રહે તે સુનિヘતિ કરવામાં આવે તે જરૂરી છે. વરસાદીના પાણીના નિકાલ માટે તેમજ આવી સમસ્યાઓનો ક્રમશઃ કાયમી ઉકેલ આવે તે દિશામાં આયોજન કરવું જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બી.યુ. પરમીશન અને ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ સુનિヘતિ કરે તે પણ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં રાજય સરકાર કક્ષાના જે મુદ્દાઓ હોય તેનો ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
આ બેઠકમાં નગરસેવકોએ રસ્તા, પાણી, આવાસ, નવા બ્રિજ વગેરે બાબતો વિશે આવヘક કામગીરી કરવા અંગે તંત્રને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસ અને નેશનલ હાઈ-વે ઓથોરીટી સંબંધિત રસ્તાના પ્રશ્નો અંગે માનનીય પ્રભારી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
બેઠક દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા બ્રિજ, આંગણવાડી, મનપાની ઇમારતો, આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસો, ફાયર સ્ટેશનો, આવાસ યોજના, લાઈબ્રેરીઓ, ખાનગી બિલ્ડીંગો, વિવિધ રોડ અને વોટર મેનેજમેન્ટ યુનિટ અંગે અહેવાલો રજૂ કર્યા હતા.
(3:32 PM IST)










