તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રોંગ સાઇડ વાહન ચલાવતાં ૪૪ દંડાયા
ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવઃ ત્રણ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડના નિયમનો ભંગ કરનારા વાહનચાલકો વિરૂધ્ધ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ૩૦ વાહનચાલકોને રૂા. ૪૮૫૦૦નો દંડ ફટકારાયો હતો અને ૧૪ વાહનચાલકોને રૂા. ૨૨૫૦૦ના ઇ-ચલણ ઇશ્યુ કરી ત્રણ વાહનો ડિટેઇન કરાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરીમાં એસીપી ઇન્ચાર્જ એમ. આઇ. પઠાણ, એસીપી વી. જી. પટેલ સહિતની રાહબરીમાં પીઆઇ, પીએસઆઇ અને ટીમો દ્વારા હાઇકોર્ટના આદેશ અંતર્ગત આ ડ્રાઇવ યોજાઇ હતી.
(3:33 PM IST)










