<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

લાયન્‍સ કલબ રાજકોટ ગોલ્‍ડ શપથ ગ્રહણ સમારોહ : પ્રેસિડન્‍ટ તરીકે રેશ્‍માબેન સોલંકીની વરણી

રાજકોટ : લાયન્‍સ કલબ રાજકોટ ગોલ્‍ડના ૨૦૨૫/૨૬ના હોદેદારોનું ઈન્‍સ્‍ટોલેશન તેમજ નવા ૨ સભ્‍યોનો સત્‍કાર સમારંભ તાજેતરમાં યોજવામાં આવ્‍યો હતો. આમંત્રિત મહેમાનોને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્‍યા બાદ વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રોજેકટની માહિતી પ્રમુખ લાયન કિશોરભાઈ હાપલીયાએ આપેલ. વર્ષ દરમ્‍યાન આવેલ દાનના દાતાશ્રીઓના સહયોગથી મેડીકલ સાધનો જરૂરિયાતમંદ લોકોને આપવાનો કાયમી પ્રોજેકટ કરવામાં આવ્‍યો. સંસ્‍થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવળતિમાં સેવા આપનાર લાયન્‍સ કલબ રાજકોટ ગોલ્‍ડના દરેક સભ્‍યોનો આભાર વ્‍યકત કરાયો હતો. ઈન્‍ડકશનની કાર્યવાહી પાસ્‍ટડીસ્‍ટીક ગવર્નર એમજેએફ લાયન હિતેશભાઈ કોઠારીએ સંભાળી હતી. ઈન્‍સ્‍ટોલેશનની કાર્યવાહી પાસ્‍ટ ડીસ્‍ટીક ગવર્નર એમજેએફ ભાવનાબેન કોઠારીએ સરસ દ્રષ્ટાંતો દ્વારા શપથ ગ્રહણ કરાવ્‍યા હતા. જુદા જુદા સભ્‍યો દ્વારા નવા વરાયેલા સભ્‍યોને સન્‍માનપત્રો, પીન, અને એવોર્ડસ એનાયત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમની શરૂઆત લાયન કોમલબા જાડેજાએ પ્રાર્થના, શ્‍લોક અને લાયન્‍સની પ્રતિજ્ઞા લેવડાવી કરી હતી. વિઝન અને મિશન સ્‍ટેટમેન્‍ટ લાયન ડો.પાર્થ ભાવેશ પંડયા દ્વારા આપવામાં આવ્‍યું. કાર્યક્રમનું સફળ સંચાલન, લાયન વિપુલભાઈ રાઠોડ અને લાયન ભાર્ગવીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્‍યું. મુખ્‍ય મહેમાન ડો.અક્ષત કામલેજીને લાયન્‍સ કલબ ગોલ્‍ડના નવા ચેમ્‍બરની જાહેરાત કરી શપથ લેવડાવીને મેમ્‍બર બનાવવામાં આવ્‍યા. તેઓએ ચાઈલ્‍ડ કેન્‍સર અવેરનેસ માટે ખૂબ સરસ કામની માહિતી આપી. વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રેસીડન્‍ટ તરીકે સર્વાનુમતે લાયન રેશ્‍મા સોલંકીની વરણી કરવામાં આવી. આભારવિધિ લાયન ડો.પાર્થ ભાવેશ પંડયા દ્વારા કરવામાં આવી. ડિસ્‍ટ્રીક ગવર્નર લાયન અભયભાઈ શાહ, ફર્સ્‍ટ ડીસ્‍ટ્રીકટ ગવર્નર લાયન હાર્દિકભાઈ મહેતા, સેક્‍ન્‍ડ ડિસ્‍ટ્રીકટ ગવર્નર લાયન નિરવભાઈ વાડોદરિયા, ગેસ્‍ટ લીડર લાયન સમીર ખીરા, બ્રાન્‍ડ એમ્‍બેસેડર લાયન મુકેશભાઈ પંચાસરા અને રીજીયન ચેરપર્સન લાયન પ્રશાંત વ્‍યાસ, ઝોન ચેર પર્સન, લાયન જે. કે. પટેલે આર્શિવચન આપી શોભામાં અભિવળધ્‍ધિ કરી હતી. આ રીતે દબદબાભેર શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો. લાયન્‍સ ફેમિલી મેમ્‍બરને ૩૦ તુલસીના રોપા મોમેન્‍ટો તરીકે પ્‍લાન્‍ટેશન માટે આપવામાં આવ્‍યા. લાયન્‍સ ફેમિલી મેમ્‍બરને ૩૦ તુલસીના રોપા મોમેન્‍ટો તરીકે પ્‍લાન્‍ટેશન માટે આપવામાં આવ્‍યા.

(3:34 PM IST)