તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
માનપામાં સંસદ સભ્યો-ધારાસભ્યો સાથે સંકલન બેઠકઃ ફરિયાદોનું સત્વરે નિવારણ લાવવા તુષાર સુમેરાની અધિકારીઓને સૂચના
બાંધકામ, દબાણ, આરોગ્ય, સોલીડ વેસ્ટ, ગાર્ડન, ટી.પી. સહિતના પ્રશ્નો ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા રજુ કરાયેલ :મ્યુ. કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ

રાજકોટઃ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજ તા.૧૯ ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ રમેશભાઈ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્નો/રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સુચના આપી હતી.મહાનગરપાલિકા દ્વારા સાંસદ સભ્યઅને ધારાસભ્યઓ માટે ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠામહાનગરપાલિકા લગત ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથી સાંસદ સભ્ય અને ધારાસભ્યઓને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ/ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્ન/રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે.
આ સંકલન બેઠકમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ રમેશભાઈ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, આરોગ્ય શાખા-લગ્ન નોંધણી વિષયક, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ગાર્ડન શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, રોશની શાખા અને રાજકોટ રાજપથ લિ. શાખા લગત પ્રશ્નો રજુ કર્યા હતા આ તમામ પ્રશ્નો અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ રમેશભાઈ ટીલાળા, શ્રી ડો.દર્શિતાબેન શાહ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી,હર્ષદ પટેલ તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:54 PM IST)










