તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
વાદ-વિવાદના વર્તારાથી નવા જીલ્લા પંચાયત ભવનને કેશુભાઇનું નામ આપવાનો ઠરાવ કરવાનુ માંડી વાળ્યુ

રાજકોટ તા.૨૧: જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં નવા બંધાતા પંચાયત ભવનને પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલનું નામ આપવાનો ઠરાવ કરાવવાની જાહેરાત કારોબારી અધ્યક્ષ પી.જી. કયાડાએ કરેલ. લાંબી આંતરિક ખેંચતાણના અંતે આ ઠરાવ રજુ કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું. જુના ભવનનું નામ વલ્લભભાઇ પી. પટેલ ભવન હતું, નવા ભવનને કેશુભાઇનું નામ આપવાથી ચોકકસ પ્રકારનો વાદ-વિવાદ થવાનો વર્તારો મળતા આ વાત પડતી મુકવામાં આવી હતી. પી.જી. કયાડાએ જણાવેલ કે નવુ બિલ્ડીંગ હજુ બે વર્ષ પછી તૈયાર થશે. ત્યારે અન્ય શાસકો પંચાયતમાં હશે તેથી હાલ નામ અંગે ઠરાવ ન કરવો જોઇએ તેવી ગાઇડલાઇન મળતા ઠરાવ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે. જો કે ભાજપના અન્ય વર્તુળો સંભવિત રાજકીય નુકશાન નિવારવા પાર્ટીની ગાઇડલાઇન મુજબ ઠરાવ કરવાનું માંડી વાળ્યાનું જણાવે છે.
(4:07 PM IST)










