તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
આંબેડકરનગરમાં જયશ્રીબેનને પતિએ વાળ ખેંચી ઢીકાપાટુ માર્યા

રાજકોટ તા. ૨૧: એંસી ફુટ રોડ આંબેડકરનગર-૧માં રહેતી જયશ્રીબેન સુરેશભાઇ (ઉ.વ.૩૦)ને બપોરે તેના પતિ સુરેશભાઇ હમીરભાઇ ચમારએ ઢીકાપાટુનો માર માર વાળ ખેંચી પછાડી દેતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. જયશ્રીબેનના લગ્ન બાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે. પતિ શંકા કરી મારકુટ કરતો હોવાનો આક્ષેપ તેણીએ કરતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(4:19 PM IST)










