તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રિક્ષામાં મુસાફરોના ખિસ્સા કાપી લેવાના ગુનામાં ફરાર આકાશ અને પ્રકાશ પકડાયા
એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્ક્વોડની કામગીરીઃ પ્રકાશ ઉર્ફ બકુલની અગાઉ હત્યા સહિત ચાર ગુનામાં સડોવણી

રાજકોટ તા. ૨૧: રિક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા કાપી લેવાના મોરબી એ-ડિવીઝન પોલીસના ગુનામાં નાસફતા ફરતાં બે શખ્સને રાજકોટ એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્ક્વોડે ઝડપી લીધા હતાં.
નાસતા ફરતા સ્ક્વોડની ટીમે બાતમી પરથી આકાશ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૨૫-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા, મછાભાઇ રબારીની પાછળની શેરી) અને પ્રકાશ ઉર્ફ બકુલ નથુભાઇ સોલંકી (ઉ.વ.૨૫-રહે. મંછાનગર પ્રદ્યુમન પાર્ક સામે)ને પકડી લીધા હતાં. આ બંને મોરબીના રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરવાના ગુનામાં ફરાર હતાં. મોરબી એ-ડિવીઝન પોલીસે એક આરોપી પકડતાં આ બંનેના નામ ખુલ્યા હોઇ ફરાર હતાં. આકાશ અગાઉ રાજકોટ ગાંધીગ્રામ પોલીસમાં ચોરીના ગુનામાં અને પ્રકાશ ઉર્ફ બકુલ ગાંધીગ્રામ, કુવાડવાના હત્યા, દારૂ સહિતના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૫)
(4:20 PM IST)










