<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

શાપર-વેરાવળમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ સ્‍ટાફ સામે કાર્યવાહી કરોઃ એસ.પી.ને આવેદન

રાજકોટઃ અનુસૂચિત જાતિસમાજના આગેવાનોએ રૂરલ એસ.પી.હિમકરસિંહને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે, શાપર-વેરાવળ બુધ્‍ધનગર વિસ્‍તારમાં રહેતા સગીર ખુશાલ ભુપતભાઇ પરમારને ગત તારીખઃ ૧૮/૭ના રોજ અરસામાં શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશનના પોલીસ અધિકારી તથા સ્‍ટાફ દ્વારા બાઇક ચોરીના ખોટા આરોપ સાથે ઢોર માર મારવામાં આવેલ છે. આ બનાવ અંગે તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારી તથા સ્‍ટાફ સામે કાર્યવાહી કરી પીડીત ખુશાલ ભુપતભાઇ પરમાર અને એના પરીવારને યોગ્‍ય વળતરસાથે ન્‍યાય આપવામાં માંગણી કરાઇ હતી. તસ્‍વીરમાં અનુસુચિત જાતિ સમાજના આગેવાનો રૂરલ એસ.પી.હિમકરસિંહને આવેદનપત્ર આપતા નજરે પડે છે

(4:35 PM IST)