<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રમેશભાઇ ટીલાળા દ્વારા વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પઃ ૨૫૦૦ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ વિના મૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પને સફળ બનાવવા બદલ ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ મેડિકલ સાયન્‍સ (એઈમ્‍સ હોસ્‍પિટલ) રાજકોટ, નિર્વાણ વેલફેર ફાઉન્‍ડેશન, રાજકોટ સહિત સહયોગી સંસ્‍થાઓના ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલ, શ્રી ઉમીયાધામ સીદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, સદભાવના ચેરીટેબલ ટ્રસ્‍ટ પરિવારના વિજયભાઈ ડોબરીયા, દિનેશભાઈ ચોવટીયા, પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્‍ટ, સ્‍વામીનારાયણ ગુરૂકુળના સાધુ સંતો મહંતો,બોલબાલા ટ્રસ્‍ટ,મેઘાણી રંગભવન, ભકિતનગર સોસાયટીના ચેરમેન નિતીનભાઈ ઢાંકેચા,ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ, પ્રજાપતિ બ્રહ્માકુમારી વિદ્ધાલય, બીએપીએસ સ્‍વામીનારાયણ સંસ્‍થાના સાધુ મહંતો, આનંદી આશ્રમ-શાપર, બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલ, રાજકોટ અતિથી વિશેષ તરીકે હાજરી આપનાર કલેકટર ડો.ઓમ પ્રકાશ, એઈમ્‍સના ડે.ડાયરેકટર લે. કર્નલ અંકુર પ્રતાપસિહ, સીવીલ હોસ્‍પિટલના સુપ્રીન્‍ટેન્‍ડટનો આભાર વ્‍યકત કર્યો

નિદાન કેમ્‍પની શરૂઆત આવેલ સાધુ સંતોએ તેમજ શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયાએ દિપ પ્રાગટય કરી કરવામાં આવેલ હતી.

મુખ્‍ય મહેમાનો તરીકે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા,પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે,રાજકોટ જીલ્‍લા પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા,ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ,મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્‍દ્રસિહ જાડેજા,જીલ્‍લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણીસહિત સૌ મુખ્‍ય મહેમાનોનો આભાર વ્‍યકત કર્યો હતો. તેમજ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ,રાજકોટ એન્‍જી. એસો.ના પ્રમુખ નરેન્‍દ્રભાઈ પાંચાણી, ચેમ્‍બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી. વૈષ્‍નવ, મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્‍દ્રસિહ જાડેજા, શાપર-વેરાવળ ઈન્‍ઙ એસો.ના પ્રમુખ અમિતભાઈ ગઢીયા, વસંત લીંબાશીયા, ચેતન રામાણી,શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, શહેર યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષ દવેના ઉપસ્‍થિત રહ્યાં હતા.

આ નિદાન કેમ્‍પને સફળ બનાવવા માટે બાલાજી વેફર્સના ચંદુભાઈ વીરાણી,ફિલ્‍ડમાર્શલ ગ્રુપના અરવિદભાઈ પટેલ, પાન એગ્રી એક્ષ્પોર્ટના મનસુખભાઇ પાણ,રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક,રાજ બેન્‍કના ચેરમેનશ્રી જીતુભાઈ વસોયા, શિલ્‍પા જવેલર્સના પ્રભુદાસભાઈ પારેખ, એસ.એન.જે.ફાર્માના ડો.સુરેશભાઈ સોરઠીયા સહિતએ જહેમત ઉઠાવી હતી.

(9:31 AM IST)