<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મવડી-પાળ-રાવકી-માખાવડ રોડના પુલનું નિરીક્ષણ કરતા ભાનુબેન બાબરીયા

લોધીકા તાલુકામાં નિર્માણધીન બ્રિજની કામગીરી નિયત માપદંડો મુજબ કરવા તાકીદ

રાજકોટ, તા.રરઃ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (સ્‍ટેટ) દ્વારા લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખાવડ રોડ પરના નિર્માણાધિન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ અંદાજે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે બનનારા મેજર બ્રિજની કામગીરી અંગે વિસ્‍તળત જાણકારી મેળવી હતી. તેમજ બ્રિજનું કામ કયાં સુધીમાં પૂર્ણ થશે તેની પણ વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ બ્રિજની કામગીરી નિયત થયેલા માપદંડો અનુસાર થાય તે સુનિヘુિત કરવા તાકીદ કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, સંબંધિત વિભાગના અધિકારીશ્રી - કર્મચારીશ્રીઓ અને સ્‍થાનિક અગ્રણીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જીલ્લા પંચાયત સદસ્‍ય મોહનભાઈ દાફડા પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા ગોવિંદભાઈ પટેલ રાજકોટ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્‍પાબેન તોગડિયા જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુરસિંહ જાડેજા સુરેશભાઈ વસોયા તાલુકા પંચાયત પ્રમુખ વિલશબેન વિપુલભાઈ મોરડ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત સદસ્‍ય ઉમેશભાઈ દેસાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભુપેન્‍દ્રસિંહ જાડેજા, રાવકી સરપંચ પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, મોહનભાઈ ખુટ તેમજ તાલુકા ભાજપ કાર્યકરો ઉપસ્‍થિત રહેલ.

(11:51 AM IST)