હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

રાજકોટ, તા.૨૨: ગુજરાત સરકારના રમશે ગુજરાત, જીતશે ગુજરાત અભિયાન અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશન અને લોકમાન્ય તિલક તાાનાગારના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી કાલે તા.૨૩ના રોજ તરણ સ્પર્ધા-૨૦૨૫ નું આયોજન કરાયું છે. આ સ્પર્ધાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રમતગમત આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. તંદુરસ્ત, સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિヘતિ કરવા માટે તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન ગુજરાત સરકારના રમશે ગુજરાત, જીતશે ગુજરાત અભિયાન અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશન અને લોકમાન્ય તિલક તાાનાગારના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી તરણ સ્પર્ધા-૨૦૨૫નું કાલે તા.૨૩ ને બુધવારના રોજ સવારે ૮ કલાકે, લોકમાન્ય તિલક તાાનાગાર, રેસકોર્ષ સંકુલ, ખાતે આયોજન કરેલ છે. આ સ્પર્ધાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવશે.
આ તરણ સ્પર્ધા-૨૦૨૫માં લોકમાન્ય તિલક તાાનાગારના બેચ વાઈઝ કુલ-૫૦૦ સભ્યો જોડાશે. આ સ્પર્ધાનો સમય બેચ વાઈઝ સાંજે ૦૬:૩૦ કલાક સુધી રહેશે. આ સ્પર્ધામાં ૫ વર્ષની ઉંમરના બાળકોથી લઈ ૮૨ વર્ષ સુધીના સભ્યો ભાગ લેશે. આ તરણ સ્પર્ધા-૨૦૨૫માં પ્રથમ ત્રણ વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવો તથા પદાધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ તરણ સ્પર્ધા-૨૦૨૫ના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખ ઉમેશભાઈ રાજ્યગુરુ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશન અને લોકમાન્ય તિલક તાાનાગારના કર્મચારીઓ, સ્પર્ધકો વગેરે ઉપસ્થિત રહેશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM