<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજકોટના ૨૯ વર્ષિય અજય સોલંકીનું ગાંધીનગર હોસ્‍ટેલમાં હાર્ટએટેકથી મૃત્‍યુ

માધાપર માધવ વાટીકામાં નિવાસ ધરાવતો યુવાન પીજી હોસ્‍ટેલ ભાડે આપતો હતોઃ બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં: પિતા નિવૃત એએઅસાઇ

રાજકોટ તા. ૨૨: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મૃત્‍યુ થયું છે. માધાપર ચોકડી પાસે માધવ વાટીકામાં રહેતો અને હાલ ગાંધીનગર પાસે પીજી હોસ્‍ટેલ ભાડે આપવાનું કામ કરતો યુવાન ગાંધીનગર ખાતે હતો ત્‍યારે હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચકોડી માધવ વાટીમાં રહેતો અજયભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ.૨૯) રાતે ગાંધીનગર સેક્‍ટર ૩-એ, ચંદેર માતાના મંદિર પાસે જય બાલાજી હોસ્‍ટેલ ખાતે હતો ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં ગાંધીનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, ધર્મેશભાઇ, પરેશભાઇએ પ્રાથમિક કાગળો કરી ગાંધીનગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર અજયભાઇ બે ભાઇમાં મોટો હતો અને બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તેના પિતા નિવૃત એએઅસાઇ છે. અજયભાઇ ગાંધીનગર હોસ્‍ટેલ ભાડે રાખી પીજીમાં આપવાનું કામ કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવથી સોલંકી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(2:21 PM IST)