તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 22nd July 2025
રાજકોટમાં બહુમાળી ભવન ખાતે લેબર લોઝ પ્રેકટીશનર્સ એસોસીએશન દ્વારા ઇ-લાયબ્રેરી ઉદ્ઘાટન સમારોહ યોજાયો

રાજકોટ, તા.૨૨: અત્રે બહુમાળી ભવન, રાજકોટ ખાતે ઔધોગિક ન્યાયપંચ અને મજુર અદાલતો, રાજકોટમાં પ્રેકટીસ કરતા એડવોકેટસના વકીલ મંડળ લેબર લોઝ પ્રેકટીશનર્સ એશોશીએશન, રાજકોટ દ્વારા શનિવારે સાંજે ૫:૦૦ કલાકે બહુમાળી ભવન ખાતે અતિ આધુનિક ઈ-લાઈબ્રેરીનો ઉદઘાટન સમારંભ એશોશીએશન દ્વારા યોજવામાં આવેલ હતો.
આ પ્રસંગે ઔધોગિક અદાલત (ગુજરાત રાજય), અમદાવાદના પ્રમુખશ્રી દેવધરા સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલ હતાં તથા સ્થાનિક ન્યાયમૂર્તિએ શ્રી માલવીયા સભ્યશ્રી, ઔધોગિક ન્યાયપંથ, રાજકોટ તેમજ રાજકોટની મજૂર અદાલતના ન્યાયમૂર્તિઓ શ્રી સુથાર તેમજ શ્રી ચૌહાણ પણ ઉપસ્થિત રહેલ હતાં.
ન્યાય મૂર્તિશ્રી દેવધરા દ્વારા આ પ્રસંગે ઉદબોધનમાં જણાવેલ કે એશોશીએશનને આ પ્રયત્ન ખૂબ જ સરાહનીય અને યંગ એડવોકેટસના વિશાળ હીતમાં છે. આજના ટેકનો સમયમાં આ ખૂબ જ પ્રસ્તુત પ્રયત્ન છે. કોઈપણ બાર ની વિદ્ધતા તેમના સભ્યોના જ્ઞાન આધારીત નકકી થતી હોય છે અને આ સીસ્ટમથી વકીલોને છેલ્લા ૭૫ વર્ષના સુપ્રીમ કોર્ટના તથા અલગ-અલગ હાઈકોટના ચૂકાદાઓ પ્રાપ્ત થશે જેના કારણે ન્યાયની પ્રક્રિયા પણ ગુણવત્તાસભર બની રહેશે. આ પ્રસંગે ન્યાયપંચના સભ્યશ્રી માલવીયા સાહેબે પણ વકીલોના પ્રયત્નોને બીરદાવેલ હતા અને ટેકનોલોજીના પ્રશ્નો મદદરૂપ થવા અપીલ કરી હતી.
આ ઉદ્દઘાટનના સમારંભમાં વકીલો તથા યુનિયન પ્રતિનિધિશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતાં. શરૂમાં બારના પ્રમુખ સુનીલભાઈ વાઢેર અને સેક્રેટરી શ્રી જયેશભાઈ યાદવેસ્વાગત પ્રવચન કરેલ અને ન્યાયપૂર્તિશ્રીઓનું પુષ્પગુચ્છ થી અભિવાદન કરેલ હતું. જયારે ભૂષણભાઈ વછરાજાની અને નિખિલભાઈ મટ્ટીએ ઈ-લાઈબ્રેરી સંબંધે ટૂંકી સમજણ આપેલ હતી અને સમગ્ર સીસ્ટમ અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપેલ હતું.
આ પ્રસંગે લેબરબારના સીનીયર એડવોકેટશ્રી યોગેશ રાજયગુરૂએ લેબરબાર ના છેલ્લા ૬પ વર્ષને ઈતિહાસ રજુ કરી તે સમયના બારના પાયોનીયર વકીલો તેમજ યુનિયનના વરિષ્ઠ પ્રતિનિધિઓની કામગીરીને તેમજ તેમના કન્ટ્રીબ્યુશનને બિરદાવેલ હતી. તે સમયના લેબરજજોની ઉત્કળષ્ટ કામગીરી પણ પ્રશંસનીય હોવાનું જણાવી તેમને યાદ કરવામાં આવેલ હતાં. તેમજ લેબરબાર એશોશીએશનની કામગીરી રજુ કરવામાં આવેલ હતી અને રાજકોટ લેબરબારના સભ્યોના પ્રયત્નોના પરિણામે જ સમગ્ર લેબર જયુડીસરી કે જે રાજય સરકારશ્રી હેઠળ કાર્યરત હતી. ત્યાંથી ફેરફાર કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેકટ કન્ટ્રોલ અને સુપરવીઝન હેઠળ મુકાયેલ હતી.
અંતમાં શૈલેષભાઈ વ્યાસ, એડવોકેટ ઘ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે બારના સીનીયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ,યોગેશભાઈ રાજયગુરૂ, શ્રી પંકજભાઈ દેસાઈ, દિલિપભાઈ ઠાકર, ડી.સી.જોષી, અભયભાઈ શાહ, નિરજભાઈ શાહ, પરાગભાઈ વોરા, વિજયભાઈ ટીંબડીયા, અશોક ગોસાઈ, હસમુખભાઈ તડપદા, ગોંડલીયા, વી.ડી.મહેતા, કિરિટ વોરા, શૈલેષભાઈ વ્યાસ, અમિતભાઈ માંકડ, રોહિતભાઈ પારેખ, હર્ષદાભાઈ બારૈયા, મહેશભાઈ માવાણી વિગેરે ઉપસ્થિત રહેલ હતાં.આ પ્રોગ્રામને સફળ બનાવવા બારના યંગ એડવોકેટશ્રી ધવલ તન્ના, શ્રી હસમુખ તડપદા તથા શ્રી અશોકભાઈ ગોસાઈ ઘ્વારા છેલ્લા ૧૫ દિવસોની તૈયારી કરેલ હતી. ઔધોગિક ન્યાયપંચ અને મજુર અદાલતના સ્ટાફ મેમ્બર્સ પણ બહોળી સંખ્યામાં હાજર રહી એશોશીએશનને મદદરૂપ બનેલ હતાં તેમજ જામનગરના એડવોકેટ પંકજભાઈ રાયચુરા અને જયેશભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહેલ હતાં.
(2:37 PM IST)










